________________
૧૦૦
ભક્તિમાર્ગનું રહસ્ય સહિત બધું આપનાં પવિત્ર ચરણે ધરું છું. મારું કંઈ નથી. હવે આપને વિનંતિ છે કે અનુગ્રહ કરી આપના દર્શનને અમૂલ્ય લહાવે આપી આ જીવને આનંદિત કરશે. તે શુભ અવસર આવશે ત્યારે આ જીવના આનંદની અવધિ ક્યાંથી હશે? તે મંગળ પ્રસંગની અતી ઉત્કંઠાથી પ્રતીક્ષા કરૂં છું, જલદીથી આવે એવી ભાવના ભાવું છું.
હે પ્રભુ, અત્યારે હું આપના ચિત્રપટ સામે બેસી આપની મુખાકૃતિનું પ્રેમપૂર્વક હૃદયથી અવલોકન કરું છું તેમાં પણ કેટલે આનંદ વેદાય છે.
અહે, શી આપની અનુપમ શાંત મુખમુદ્રા, અહો, કેવી આપની મધુર, દિવ્ય મુખકાંતિ, અહે, કેવું આપનું તેજોમય લલાટ, અહો, કેવાં આપનાં પ્રકાશમય નયને ને તેમાંથી નીતરતાં અમીરસઝરણું !!! હે અસહાયના સાથ,
આપની વીતરાગ સ્વરૂપ મુખાકૃતિનાં દર્શન કરી હું પાવન થાઉં છું. આપનાં દર્શન કર્યા જ કરૂં એમ આત્માથી ભાવ રહે છે. ”
એ પ્રકારે ભક્તના પ્રેમના ભાવો હૃદય ગુફામાંથી બહાર આવે છે ત્યારે ભક્તને આત્મા પ્રેમસભર થતાં હળવે થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org