________________
કિયા માર્ગે અસદુ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષને સંભવ રહ્યો છે.
કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણેથી આશ્રય કર્યો છે અને આજ્ઞા શ્રિતપણું અથવા પરમ પુરુષ-સદ્દગુરૂને વિષે સર્વોપણ શિરસાવંદ્ય દીઠું છે અને તેમ જ વર્યા છે.”—પત્રાંક ૬૯૩
આ બધાં વચને અતિ સ્પષ્ટ અને સ્વયં પ્રકાશિત છે, તેથી તે સંબંધે કાંઈ વધુ કહેવાની આવશ્યકતા રહેતી નથી. આ સંસાર દુઃખને સમુદ્ર છે, તેમાં સુખ તે શું, સુખની છાયા સરખીયે નથી, એવું જેને સપુરુષના અનુગ્રહ લક્ષ થયું છે, અને તેથી તેનાથી છૂટવાની કામને ઉત્પન્ન થઈ છે અને પિતાના સહજ અનંત અવ્યાબાધ આત્મિક સુખવાળા આત્માની શુદ્ધ સ્વરૂપે પ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા થઈ છે, તેણે તે સર્વોત્તમ ભક્તિમાર્ગને આશ્રય કરવો ઘટે છે. ભક્તિ એ જ્ઞાનને હેતુ છે એટલે ભક્તિના પ્રભાવથી શાસ્ત્રમાં નથી, સાંભળવામાં નથી એવું રહસ્યભૂત જ્ઞાન પ્રગટ થાય છે, તેના બળથી ભેદના ભેદ ખુલ્લાં થતા જઈ સમજાતા જાય છે.
તેથી તે પરમ શાસ્ત્રજ્ઞ, અનેક ઉત્તમ જંથેના પ્રણેતા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પિતાની એક કૃતિમાં પ્રકાશે છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org