________________
- “શુદ્ધ ચિદાનંદસ્વરૂપ, અનંત સિહની ભક્તિથી તેમજ
સર્વ દૂષણરહિત, કર્મમલરહિત, મુક્ત, નિરાગી, સકળ ભય રહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છેદર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. તેમના ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભ વૃત્તિઓને ઉદય થાય છે, જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. ઈ.”
–મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૩-૧૪ “ભક્તિ જ્ઞાનને હેતુ છે, જ્ઞાન મેક્ષને હેતુ છે.”
–પત્રક ૫૩૦ “શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી, જિનભક્તિ ગ્રહે તકલ્પ અહે, ભજીને ભગવંત ભવંત લો.” પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન.”
“જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છેઃ પરમાવગાઢ દશા પામ્યા પહેલા તે ભાગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org