________________
ચેથે અલ્પ બે ધન પ્રકાશ છે, પાંચમે છટ્ટે તેથી વિશેષ છે, સાતમે વિશેષ વિશેષ સ્પષ્ટ પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ અનુભવ છે. અ૫ થડે પણ પ્રકાશ તે પ્રકાશ, અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ તેમાંથી પ્રકાશનું એક કિરણ પણ નહીં નીકળે, માટે જ કહ્યું કે, એક ચીનગારી માત્ર કર્મરૂપી ઘાસની ગંજીને બાળી નાંખવા સમર્થ છે, તેમ અલ્પ પણ સમ્યફ બોધ અંગે સમજવું. સમ્યગદર્શનને કેઈ અપૂર્વ અલૌકિક પ્રભાવ છે, તે ભક્તિમાર્ગના યથાર્થ આરાધનથી સુગમતાએ પ્રાપ્ય છે. કેમકે જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. આટલું પ્રસંગે ચિત.
આ સ્થળે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ભક્તિમાર્ગ સંબંધી ટકેલ્કીર્ણ વચને જોઈએ—
ભગવત્ મુક્તિ આપવામાં કૃપણું નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.”—પત્રક ૨૮૩
“ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ થાય. તે ક્ષણવારમાં મેક્ષ કરી દે તે પદાર્થ છે.”—પત્રક ૨૦૧
• પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મેક્ષને એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તે મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણા તે પ્રભુભક્તિ સમજે, આગળ પણ તે અને તેવું જ છે.”-પત્રક ૩૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org