________________
૯૮
ભક્તિમાર્ગનું રહસ્ય હે વીતરાગ પરમાત્મા, આપ અનાથના નાથ છે, અશરણના શરણ છે, આપને અત્યંત હૃદયપૂર્વકની ભક્તિથી વંદન કરું છું. ત્રણે કાળના પંચપરમેષ્ઠી ભગવંતને પૂર્ણ વિનય સહ પ્રણામ કરું છું. આપ “નિરોગી, નિવિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને ત્રિલેયપ્રકાશક છે'; હું આપનું અજ્ઞાન, અબુધ અને અશક્ત પામર બાળક છું. મારા કલ્યાણને અર્થે આપના શરણે આવ્યો છું. .. મારી આપને વિનંતિ છે કે આપ જ મારા નાવિક થઈ મને આત્મજ્ઞાનના માર્ગ પર ચઢાવે, વીતરાગમાર્ગમાં પ્રવેશ કરાવી આગળ આગળ વધારે, અથવા મારા પૂર્વભવના શુભ ઋણાનુબંધી જે જ્ઞાની પુરૂષ હોય તેમને સમાગમગ કરા જેથી શ્રેયને પામી શકું. હે પ્રભુ, આપ તે બધું જાણે છે. આપ સર્વની ભાવના પૂરી કરે છે, તે મારી તીવ્ર જિજ્ઞાસા પૂર્ણ કરશે, પૂર્ણ કરશે.
* અરિહંત, યે અરિહંત,
જય અરિહંત, % અરિહંત. પ્રાર્થનાની થી અવસ્થા
ત્રીજી અવસ્થામાં પ્રતિદિન બે કે ત્રણ વખત નિયમિત પ્રાર્થના કરવાથી, તે સિવાયના સમયમાં રૂડા ભાવમાં ચિત્તને રોકવાથી અને શમસંવેગાદિ ગુણો આવવાથી યોગ્યતા વધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org