________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાકમ -નિર્વેદ-આસ્થા-અનુકંપા, ઉદિત થઈ વર્ધમાનતાને પામતાં જાય છે; વૃત્તિઓ ને કષાયે ઉપશાંત થાય, વાળી લેવાય એવી આત્મદશા થાય તે “શમ', આત્માની નિજ શુદ્ધતા પ્રાપ્ત કરવાની અભિલાષા તે સંવેગ, કલેશમય સંસારથી વિરામ પામવાના ભાવ તે “નિર્વેદ', સપુરૂષનાં વચનના ભાવને અંતરથી સ્વીકાર તે “આસ્થા” અથવા દેહાદિથી ભિન્ન હું ચેતન છું એવી શ્રદ્ધા તે આસ્થા અને બંધાયેલા ચિત્ ચમત્કાર માટે કરુણ આવવી “અનુકંપા.
ઉપર કહ્યા તે ગુણે પ્રગટવાથી તેનામાં તવ પામવાની યોગ્યતા આવી છે. કેઈના સહારા વગર કાર્યની સિદ્ધિ થવી કઠણ છે એમ તેની પાત્રતાને લીધે સમજાય છે કે વિદ્ય માન પ્રત્યક્ષ સંપુરૂષ અથવા જ્ઞાનીપુરૂષ, જેઓ આત્માનુભવી હોય, માર્ગને પામેલા હોય અને માર્ગના મર્મથી સુવિદિત હોય, તેઓ જ માર્ગ પમાડી શકે એવી સુવિચારણા તેના અંતરમાં તેના સદુભાગ્ય વેગે ઊગે છે અને તેવા સુગની પ્રાપ્તિ માટે તેનું હૃદય ઝંખે છે. વળી તે સપુરુષનાં વચનના અવલંબને એ પણ જાણે છે કે કઈ પૂર્વને આરાધક જીવ પ્રત્યક્ષ જ્ઞાની પુરૂષની અવિદ્યમાનતા હોય તે છતાં તેમનાં વચનના આશ્રયે આત્મજ્ઞાનને ઉત્તમ લાભ મેળવી શકે છે. પરંતુ તેના આત્મામાં જ્ઞાની પુરૂષને પ્રત્યક્ષ સમાગમગ થાય તેવી ભાવના પ્રકાશિતપણે રહ્યા કરે છે અને તેથી તે ભગવાનની સન્મુખ શાંત ચિત્તથી બેસી પ્રભુને પ્રાર્થના કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org