________________
ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાકમ હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાત્તાપથી હું કમજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.” ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
–શ્રીમદ્ રાજચંદ્ર
પ્રાર્થનાની બીજી અવસ્થા
આ બીજી અવસ્થામાં ભગવાન સમુખ બેસી તેમના ગુણેનું કીર્તન થાય છે. તેમના ઉત્તમ ગુણે પ્રત્યે અંતરમાં પ્રભેદભાવ, અહેભાવ આવે છે, શ્રી ભગવાનના ચરિત્રમાંથી અનુપમ પ્રસંગે યાદ કરી ગુણોની પ્રશંસા કરાય છે ગુણેની ઉત્કૃષ્ટતા ધ્યાનમાં આવતાં પ્રેમભક્તિથી શિર ભગવાનનાં ચરણમાં નમી પડે છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, પૈયે, નિસ્પૃહતા, નિરહંકારતા, નિમમતા, નિર્લોભતા, સંપૂર્ણ. અભતા, એ આદિ ગુણની સુવાસ પ્રસરતી અનુભવાય છે.
આથી ભક્તને આત્મા એ પવિત્ર ગુણેના ભાવને ગ્રહણ કરે છે, પકડે છે અને તેના સુસંસ્કાર ચિત્તમાં અંકિત થાય છે. અંકિત થયેલી છાપ અંદરને અંદર ગુપ્તપણે વિકસિત થઈ, સ્પષ્ટ થઈ આગળ ઉપર સુંદર ઈચ્છિત ફળને આપવા સન્મુખ થાય છે, અર્થાત્ તે ગુણે અંશે અંશે પિતાનામાં પ્રગટતા જઈ ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org