________________
ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાકમ
૮૭ હે પ્રેમસાગર વિભે! મારા હૃદયને અને મનને આપ. નામાં સ્થિર કરી, એક કરો. મારી તે એવી ભાવના છે કે મારે આપના પ્રેમસરોવરમાં ડૂબકી મારી વાઈ જવું છે, સર્વ ભાન ભૂલી જઈ આપનામાં લીન થવું છે અને એ દિવ્ય આનંદરસના, સુધારસના, આત્મરસના કેવળ ભક્તિા બનવું છે. સર્વ દુઃખ અને કલેશથી મુક્ત થઈ એક પરમ શાંતરસમાં સર્વકાળને માટે ઝુલવું છે. ડૂબકી મારવી છે. હે કરૂણાના ભંડાર ! પરમ કરૂણા લાવી આ આપના પ્રેમી ભક્તની ભાવના પૂરી કરશે.
શ્રદ્ધાનું સ્વરૂપ અને ભગવાનના ભક્તની શ્રદ્ધા, ભાવના
હે પ્રભુ! આપને ઉપકાર અપરંપાર છે. આપ કેટકેટલી શક્તિઓના અંશે પ્રત્યેક જીવને તેના સ્વાત્મકલ્યાણાર્થે આપે છે. જીવ જે સમજે અને તેને યથાર્થ લાભ લેવાને નિર્ણય કરે તે આત્મવિકાસ સાધી આત્મશ્રેય સુલભતાએ પ્રાપ્ત કરી શકે.
શ્રદ્ધા આત્માને ત્રિકાળી ગુણ છે, શ્રદ્ધા એ જીવનનું અમૃત છે, હૃદયમાંથી વહેતું પરમ માધુર્ય છે, સત્યરૂષના અનુગ્રહની ઉત્તમ પ્રસાદી છે, પરમપદપ્રાપ્તિનું કલ્યાણકારી બીજ છે, સિદ્ધિનું પ્રથમ અને અંતિમ સોપાન છે. શ્રદ્ધા એ પ્રેરણા છે, પ્રકાશ છે. મેહની જડતામાં ચેતનની સરવાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org