________________
ભક્તિમાર્ગનું રહસ્ય માયાથી લેવાતું નથી પણ સરળ છે.
લોભથી લેભાત નથી પણ સંતોષી છે. પ્રેમ સતને ચાહક છે, મલિનભાવને મારક છે.
શાંતિને કારક છે, અશાંતિને દાહક છે. સુખને પોષક છે, દુઃખને સંહારક છે. પ્રેમ પરની માગણી કરતા નથી, પર ભેગ આપે છે. પ્રેમ સ્વાર્થવૃત્તિને ત્યાગી છે, પરમાર્થવૃત્તિને ભેગી છે. પ્રેમ કાંઈ સહી શકતો નથી, છતાં બધું સહે છે.
આવું છે શુદ્ધ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ, પ્રેમનું અલૌકિક સામર્થ્ય તેની વિસ્મયજનક અદ્દભુત શક્તિ. અહે! આશ્ચર્ય! - હે પ્રભુ! આપે અનુગ્રહ કરી પ્રેમની દિવ્ય પ્રસાદી આપી છે. તે હવે એટલી બધી શક્તિ આપશે કે જેથી હું પ્રેમની પરાકાષ્ટાએ પહોંચી પરાભક્તિને પામી આપની સાથે એકરૂપ થઉં.
હે પ્રેમમૂર્તિ, પ્રેમ શક્તિના દાતા ! આપ આ બાળકને શક્તિનું એવું દાન કરે કે તે આપને પૂર્ણ પ્રેમથી ચાહી શકે, મન, વચન અને કાયાની એકાગ્રતાથી ચાહી શકે, તેના લેહીના અણુએ અણુમાં પરમ પવિત્ર અને કલ્યાણકારી પ્રેમરસ પ્રવહે, તેના હૃદયના એકેએક ગુપ્ત અને ગહન ખૂણેખૂણાના પ્રદેશથી શીતળ પ્રેમતિ જલતી રહે, અને આત્માના એકેક પ્રદેશથી પ્રેમને સુમધુર મીઠો ધ્વનિ નીકળ્યા જ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org