________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ
૮૫ થયું હોત. તેણે તે એ અમૃતઝરણના દાતા, દુઃખક્ષય માટે અદ્વિતીય ઔષધિના દેનાર, અને સુખશાંતિ માટે અમેઘ મંત્રના આપનાર એવા આપને કેવળ ભૂલી જઈ એ સાત્વિક પવિત્ર પ્રેમને વૈષયિક રાગમાં પલટાવી સંસારના પૌગલિક વિષય ને સંસારના જૂઠા સગપણથી જોડાયેલા સંબંધીઓમાં પ્રેમ (રાગ) કર્યો અને સંસાર પરિભ્રમણ વધાયું".
હે ભગવાન! એ ભ્રાંતિથી ભ્રમિત થઈ કેવળ બહુ ભૂલી ગયા કે ઈશ્વર એ જ પ્રેમ છે, પ્રેમ એ ઈશ્વર છે. જે કોઈ બીજું બધું ભૂલી જઈ, જાણેલું વિસ્મરણ કરી ભગવાનના પ્રેમમાં સ્થિર થઈ રહે છે, તેની ભગવાન સાથે એકરૂપતા થાય છે અને ભગવાનની તેની સાથે એકતા થાય છે. આવું અલૌકિક, અદ્ભુત, પરમ આશ્ચર્યકારી પ્રેમનું સ્વરૂપ છે, પ્રેમનું સામર્થ્ય છે.
પ્રેમ શાહી ખમીર માગી લે છે, અજબ પુરુષાર્થની અપેક્ષા રાખે છે, સર્વત્ર જ્યાં ત્યાં વેરાયેલી પ્રેમમાત્રાઓને એકત્ર કરી એક ભગવાનમાં સ્થિર કરવાનું જ્ઞાનીએ સૂચવે છે.
પ્રેમ છે ત્યાં ભેદભેદ નથી, પક્ષાપક્ષ નથી. પ્રેમ છે ત્યાં શ્રેષ નથી, ઈષ્ય નથી, વૈર નથી. પ્રેમ છે ત્યાં સ્વાર્થ નથી, માન નથી, ભય નથી. પ્રેમ ક્રોધને આધીન થતું નથી પણ ક્ષમાવંત છે.
માનને વશ થતું નથી પણ વિનમ્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org