________________
૮૮
ભક્તિમાર્ગનું રહસ્ય એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એ જ સાચું વાસ્તવિક જીવન છે. શ્રદ્ધાથી જીવવું એટલે ભગવાન અર્થે જીવવું.
ભગવાનનાં અમૃતમય વચનના આશયને સ્વીકાર, તે પ્રત્યે ચિત્તનું એકાગ્ર વલણ અને તેમાં તલ્લીનતા તે શ્રદ્ધા. સર્વ પદાર્થોમાં શું આદરવા યોગ્ય છે. પ્રાપ્ત કરવા યોગ્ય છે તેને વિવેક કરાવવા ઉપરાંત જે અદશ્ય પદાર્થ અને તેના રહસ્ય છે તેની ખાત્રી-નિશ્ચય કરાવનાર જે તત્વ તે શ્રદ્ધા. જે જે દશ્ય છે તે સર્વ ક્ષણિક અને વિનાશી છે તથા જે અદશ્ય છે, તે શાશ્વત અને અવિનાશી છે એવું ભાન કરાવે તે શ્રદ્ધા.
આ શ્રદ્ધારૂપી ચક્ષુદ્વારા ગુપ્ત રહેલા કરૂણાસાગર આત્મપ્રભુ અને અદશ્ય જગતની વાસ્તવિક ચમત્કૃતિઓનું પ્રથમ અપ્રત્યક્ષ અને અંતે પ્રત્યક્ષ દર્શન થાય છે.
જે શ્રદ્ધાથી જીવે છે તે તત્વને પામે છે. તેનું બાહ્ય જીવન ગમે તેટલું ઉપાધિમય, કે દુઃખમય ભલે હે તે પણ તેના આંતરજીવનમાં તે અક્ષેશપણે રહી પરમ તત્વના લક્ષમાં, ભગવાનના ધ્યાનમાં અધિકતાએ સ્થિર થાય છે. એક માત્ર શ્રદ્ધાના બળથી ભગવાન પ્રગટ થઈ સાક્ષાત્ દર્શન આપે છે. અહે આશ્ચર્ય ! પરમ આશ્ચર્ય !
ત્રિકાળી શુદ્ધ સ્વરૂપજ્ઞાન અને સ્વરૂપાચરણથી પ્રસિદ્ધ એવા આધ્યાત્મિક દિવ્ય જીવનમાં ભાગીદાર થવું તે સમ્યક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org