________________
s
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૪ અચેલના ભેદથી=નગ્નતા ન દેખાય તેવી લબ્ધિવાળા સાધુને અચેલના ભેદથી અને અન્ય સાધુને સચેલના ભેદથી, વળી પ્રસ્તુત પરિકર્મ બે પ્રકારે છે.
જે યથારૂપવાળા થશે જે સાધુ જિનકલ્પ સ્વીકાર્યા પછી અપાત્રવદાદિ કે સચેલાદિ જે પ્રકારના સ્વરૂપવાળા થવાના હોય, તે જિનકલ્પિક તે જ પ્રકારથી=અપાત્રવદાદિ કે સચેલાદિરૂપ જ પ્રકારથી, આત્માને પરિકર્ષિત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
નોંધઃ
મૂળગાથાના પૂર્વાધિમાં પાપડિહપત્તો સત્વરે છે તે પાઠ અશુદ્ધ ભાસે છે, તેને સ્થાને પાપડિ દે સત્રવેત્નમેન હોવું જોઈએ; તેમ જ ટીકામાં પગપ્રતિપાત્ર છે તેને સ્થાને પણ પ્રતિક્રેન હોવું જોઈએ.
ભાવાર્થ :
પાત્રવધૂ અને અપાત્રવના ભેદથી બે પ્રકારે પરિકર્મ છે : જે સાધુને હાથમાં લીધેલી ભિક્ષા ઢોળાય નહીં એવી કરપાત્રની લબ્ધિ પ્રગટી હોય, તેઓને જિનકલ્પ સ્વીકાર્યા પછી હાથમાં જ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે, તેથી તેવા કરપાત્રલબ્ધિવાળા સાધુને જિનકલ્પ સ્વીકાર્યા પછી પાત્ર રાખવાની જરૂર હોતી નથી. માટે તેઓ જિનકલ્પ સ્વીકારતા પહેલાં હાથમાં ભિક્ષા ગ્રહણ કરવારૂપ પરિકર્મથી પોતાના આત્માને પરિકર્મિત કરે છે.
આશય એ છે કે જિનકલ્પ સ્વીકાર્યા પછી તે ઋષિને પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે ગમનાદિની યતનાપૂર્વક એષણાથી શુદ્ધ અને ગોચરીના સર્વ દોષોથી રહિત એવી ભિક્ષા હાથમાં લાવવાની અને વાપરવાની હોય છે, તેમ જ તે ક્રિયા પોતાનું ચિત્ત કોઈ પ્રકારના વ્યાપ વગર અસંગભાવમાં સુદઢ રીતે પ્રવર્તી શકે તે રીતે કરવાની હોય છે. તેથી તે ક્રિયાને સુઅભ્યસ્ત કરવા માટે તે ઋષિ જિનકલ્પ સ્વીકારતા પહેલાં જિનકલ્પી સદશ બનીને પોતે કરપાત્રલબ્ધિવાળા હોય તો હાથમાં ભિક્ષા લાવવા દ્વારા પોતાના આત્માને પરિકમિત કરે છે.
વળી જે સાધુ કરપાત્રની લબ્ધિવાળા ન હોય, તેઓને જિનકલ્પ સ્વીકાર્યા પછી એક જ પાત્રમાં સર્વ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે, તેથી તેવા કરપાત્રલબ્ધિ વગરના સાધુ જિનકલ્પ સ્વીકારતા પહેલાં એક જ પાત્રમાં ભિક્ષા ગ્રહણ કરવારૂપ પરિકર્મથી પોતાના આત્માને પરિકર્ષિત કરે છે.
આશય એ છે કે જિનકલ્પ સ્વીકાર્યા પછી તે ઋષિને એક જ પાત્રમાં ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે અને ભિક્ષા ગ્રહણ કરવા માટે સ્વયં જવાનું હોય છે. વળી અત્યાર સુધી તેઓ ગણિ આદિ પદવીને ધારણ કરનારા હોવાથી તેઓને ભિક્ષા ગ્રહણ કરવા જવાનો પ્રસંગ પ્રાયઃ આવ્યો ન હોય અને ક્યારેક તેઓને ભિક્ષા વહોરવા જવાનો પ્રસંગ આવ્યો હોય, તોપણ તેઓએ ગચ્છની મર્યાદાથી ભિક્ષા ગ્રહણ કરેલ હોય છે; જ્યારે જિનકલ્પ સ્વીકાર્યા પછી તેઓએ સ્વયં ભિક્ષા લાવવાની હોય છે અને જિનકલ્પની મર્યાદાથી ભિક્ષા લાવવાની હોય છે. તેથી તેઓ જિનકલ્પ સ્વીકારતા પહેલાં પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે એષણાથી શુદ્ધ ભિક્ષા જિનકલ્પની મર્યાદાથી લાવવા દ્વારા પોતાના આત્માને પરિકર્ષિત કરે છે.
વળી આ રીતે સચેલ અને અચેલના ભેદથી પણ બે પ્રકારે પરિકર્મ છે : જે સાધુ નગ્નતા ન દેખાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org