________________
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) ગાથા ૧૬૮૧
૩૮૫
ગાથાર્થ :
જે કારણથી ગાથા ૧૬૨૦માં કહ્યા મુજબ પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા આખા સંચમજીવનના કાળમાં હંમેશાં પણ પ્રાયઃ ભાવથી સંવિગ્નાપાક્ષિક જ હોય છે. તે કારણથી તેઓ અંતકાળે આરાધનાને પ્રાપ્ત કરે છે, એમ ગાથા ૧૨૮ સાથે સંબંધ છે. વળી અસંવિઝપાક્ષિક ચરમ પણ કાળમાં વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી.
ટીકા __यदसावेवंविधः सदापि प्रायः मनसा भावेन संविग्नपाक्षिक एव, इतरस्तु=असंविग्नपाक्षिकः विरतिरत्नं-चारित्रं न लभते-न प्राप्नोति चरमकालेऽपीति गाथार्थः ॥१६८१॥
ટીકાર્ય
જે કારણથી આવા પ્રકારના આ=ગાથા ૧૯૨૭માં બતાવેલ એવા પ્રકારના સંયમજીવનમાં પૂર્વે શીતલ અને પાછળથી સંવેગ પામેલા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા, સદા પણ આખા સંયમજીવનના કાળમાં હંમેશાં પણ, પ્રાયઃ મનથી=ભાવથી, સંવિગ્નપાક્ષિક જ હોય છે=સંવિગ્ન સાધુઓના પક્ષપાતવાળા જ હોય છે.
વળી ઇતર=અસંવિગ્નપાક્ષિક, ચરમ કાળમાં પણ વિરતિરૂપી રત્નને=ચારિત્રને, પ્રાપ્ત કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ભક્તપરિજ્ઞા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા સામાન્યથી સુસાધુ હોય છે. તેઓ ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારતા પૂર્વે પોતાના પ્રવ્રયાગ્રહણના કાળથી માંડીને થયેલા અતિચારોની આલોચના કરે છે, ત્યારપછી ગાથા ૧૬૭રથી ૧૬૮૦માં બતાવી એ ભક્તપરિજ્ઞા અનશનની વિધિમાં યત્ન કરે છે.
વળી કોઈ સાધુ પૂર્વે સંયમમાં શિથિલ પરિણામવાળા હોય, છતાં તેઓ પણ જીવનના ચરમકાળે સંવેગ પામીને ભક્તપરિજ્ઞા અનશન કરવા તૈયાર થયા હોય, તો તેઓ સંક્લિષ્ટ ભાવનાઓનું વિશેષથી વર્જન કરે છે, ત્યારપછી ગાથા ૧૬૭રથી અત્યાર સુધી બતાવી એ ભક્તપરિજ્ઞા અનશનની વિધિમાં યત્ન કરે છે.
ત્યાં પ્રશ્ન થાય કે સુસાધુ પૂર્વે ચારિત્રને પામેલા હોય છે અને અંતકાળે પણ અનશનમાં વિધિપૂર્વક યત્ન કરતા હોય છે, માટે સુસાધુ તો આરાધનાને પ્રાપ્ત કરે; પરંતુ પૂર્વે સંયમમાં શિથિલતા સેવી હોવાથી જેમણે ચારિત્રને સુંદર પાળ્યું નથી, તેવા સાધુ અનશન કરે તો આરાધનાને કઈ રીતે પ્રાપ્ત કરે ? તે સ્પષ્ટ કરવા કહે છે –
જે સાધુ પૂર્વે સંયમમાં શિથિલ પરિણામવાળા હોય, પ્રમાદી હોય, તોપણ સંવિગ્ન સાધુઓ પ્રત્યે બહુમાનવાળા હોય, સંવિગ્ન સાધુઓની જેમ સંયમ પાળવાની રુચિવાળા હોય, તેઓ પ્રાયઃ કરીને સદા પણ ભાવથી સંવિગ્ન સાધુઓનો પક્ષપાત કરનારા હોય છે અને તેઓ જીવનના અંત સમયે સંવેગના પરિણામને પામે છે. તેથી તેઓ પૂર્વે બતાવેલી ભક્તપરિજ્ઞા અનશનની વિધિમાં યત્ન કરે તો આરાધનાને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org