________________
૧૪
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૩૦૬-૧૩૦૦ આસન્ન જવાના પ્રારંભેલા યત્નનો અખંડ નિર્વાહ થઈ શકે નહીં, જેથી પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી. માટે વૃદ્ધ થયેલા ગણિએ જીવનના અંત સમયે ઉચિત કૃત્ય વિચારીને પ્રથમ પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિવાળું મન કરવું જોઈએ.
ગાથા ૧૩૭૩થી ૧૩૭૬માં ગ્રંથકારશ્રીએ જે કથન કર્યું, તેના દ્વારા “અવ્યવચ્છિત્તિમન” નામના પ્રથમ દ્વારની પ્રાપ્તિ થાય છે.
અહીં વિશેષ એ છે કે વૃદ્ધ થાય ત્યારે ગણધર આચાર્યે ધર્મજાગરિકામાં જેમ અંતસમયનું ઉચિત કૃત્ય વિચારવાનું છે, તેમ દરેક સાધુએ ધર્મજાગરિકામાં પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત કૃત્ય વિચારવાનું છે કે “મેં સંયમ ગ્રહણ કરીને જે વીતરાગભાવની આસન્ન જવાના યત્નનો પ્રારંભ કર્યો છે, તે યત્નને હું ઉત્તરોત્તર તે તે ભૂમિકાને અનુરૂપ ઉચિત પ્રકારે કરીશ તો મારા પ્રારંભ કરાયેલા કૃત્યની અવ્યવચ્છિત્તિ થશે.” આમ વિચારીને પ્રવ્રયા દરમિયાન ધર્મજાગરિકા કરતી વખતે મારી ભૂમિકા પ્રમાણે શું ઉચિત છે? તેનો નિર્ણય કરીને તે જ પ્રમાણે ઉચિત કૃત્યો સાધુએ કરવાં જોઈએ. - જો સાધુ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત કૃત્યો કરે નહીં તો, અત્યાર સુધી સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિ અપ્રમાદભાવથી કરીને તે મહાત્મા પૂર્વ પૂર્વની ભૂમિકામાં સંપન્ન થયેલા હોય, તોપણ ઉત્તર-ઉત્તરની ભૂમિકાનાં ઉચિત કૃત્યો કર્યાં નહીં હોવાથી એટલા અંશે તે સાધુના સંયમમાં ન્યૂનતા પ્રાપ્ત થાય. તેથી સાધુ વૃદ્ધાવસ્થામાં પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત કૃત્યનો વિચાર કરીને વિશેષ પ્રકારના ઉત્તરભવની પ્રાપ્તિ અર્થે પોતાની શારીરિકાદિ શક્તિ મુજબ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે પોતાને ઉચિત કૃત્યોમાં યત્ન ન કરે તો પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થાય નહીં. ./૧૩૭૬ અવતરણિકા :
अभ्युद्यतविहाराभ्युद्यतमरणस्वरूपमाह - અવતરણિકાર્ય :
અભ્યદ્યત વિહાર અને અભ્યઘત મરણના સ્વરૂપને કહે છે ભાવાર્થ :
ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવ્યાં, તેમાંના ‘અવ્યવચ્છિત્તિમને’ નામના પ્રથમ દ્વારનું ગાથા ૧૩૭૩થી ૧૩૭૬માં વિસ્તૃત સ્વરૂપ બતાવ્યું, તેમાં ગાથા ૧૩૭૫માં વૃદ્ધ ગણિનું અભ્યદ્યત વિહાર અને અભ્યદ્યત મરણવિષયક ચિંતવન બતાવ્યું. તેથી હવે બે ગાથામાં પ્રાસંગિક રીતે અભ્યદ્યત વિહાર અને અદ્ભુત મરણનું સ્વરૂપ દર્શાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
जिणसुद्धजहालंदे तिविहो अब्भुज्जओ इह विहारो । अब्भुज्जयमरणं पि अ पाउगमइंगिणिपरिण्णा ॥१३७७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org