________________
૩૫૬
સંખનાવતુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૫૯
અવતરણિકા :
मार्गविप्रतिपत्तिमाह -
અવતરણિતાર્થ :
માર્ગવિપ્રતિપત્તિને કહે છે=માર્ગને વિપરીત રીતે સ્વીકારનારા સાધુના સ્વરૂપને કહે છે –
ગાથા :
जो पुण तमेव मग्गं दूसिउंऽपंडिओ सतक्काए ।
उम्मग्गं पडिवज्जइ विप्पडिवन्ने स मग्गस्स ॥१६५९॥ दारं ॥ અન્વયાર્થ :
મલિ પુછ નો વળી અપંડિત એવા જે (સાધુ) તમેવ માં તે જ માર્ગનેન્નપૂર્વગાથામાં બતાવ્યો તે જ જ્ઞાનાદિરૂપ માર્ગને, સંતતિસ્વતર્કથી=પોતાના મિથ્યા વિકલ્પથી, સૂચિત્રદૂષિત કરીને ડમ્પ પડવMફ ઉન્માર્ગને સ્વીકારે છે, સ=ક્ત (સાધુ) મારૂ વિMડિવ=માર્ગના વિપ્રતિપન્ન છે. ગાથાર્થ :
વળી અપંડિત એવા જે સાધુ પૂર્વગાથામાં બતાવ્યો તે જ ત્રિવિધ જ્ઞાનાદિરૂપ માર્ગને પોતાના મિથ્યા વિકલ્પથી દૂષિત કરીને ઉન્માર્ગને રવીકારે છે, તે સાધુ માર્ગના વિપ્રતિપન્ન છે. ટીકાઃ
यः पुनस्तमेव मार्ग-ज्ञानादि दूषयित्वा अपण्डितः सन् स्वतळया-जातिरूपया देश उन्मार्ग प्रतिपद्यते, देश एव विप्रतिपत्तिरिति गाथार्थः ॥१६५९॥ ટીકાર્ય :
વળી અપંડિત છતા જે સાધુ તે જ જ્ઞાનાદિરૂપ માર્ગને જાતિરૂપ સ્વતકથી કુયુક્તિરૂપ પોતાના મિથ્યા વિકલ્પથી, દૂષિત કરીને દેશમાં ઉન્માર્ગને સ્વીકારે છે. આથી દેશમાં જ વિપ્રતિપત્તિ છે. તે સાધુ માર્ગના વિપ્રતિપન્ન છે, એમ મૂળગાથાના ચોથા પાદ પ્રમાણે અધ્યાહાર કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જે સાધુ શાસ્ત્રના મર્મને જાણવાના વિષયમાં અપંડિત છે, અને યુક્તિના દોષરૂપ સ્વમતિથી ભગવાને બતાવેલ રત્નત્રયીના માર્ગને દૂષિત કરે છે, તે સાધુ દેશમાં ઉન્માર્ગ સ્વીકારનારા છે.
જેમ જમાલિએ કહ્યું કે “કરાતું હોય તેને કરાયું કહેવાય નહીં, પરંતુ કરાયેલું હોય તેને જ કરાયું કહેવાય.” ત્યાં અર્ધ કાર્ય કરાયેલું છે તેને કરાયું કહેવું એ યથાર્થ વચન છે, પરંતુ જે અર્ધ કાર્ય કરાયેલું નથી તેને પણ વ્યવહારમાં કરાયેલું જ કહેવાય, છતાં તે નહીં કરાયેલ કાર્યરૂપ દેશમાં જ જમાલિએ કરાયેલનો અસ્વીકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org