SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૬૪૪-૧૬૪૫ ૩૩૯ ભાવાર્થ: પોતાના રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવને પોષવા માટે સાધુ કૌતુક દ્વારા આજીવન કરે, તો તે પોતાના આત્માને આભિયોગિકી ભાવનાથી ભાવિત કરે છે. તે આ પ્રમાણે – કોઈ સાધુ બાળકની રક્ષા માટે કોઈ સ્ત્રીને મંત્રેલું પાણી આપીને તેનાથી બાળકને શ્વવરાવવાનું કહે. વળી રક્ષાદિ નિમિત્તે ગૃહસ્થને અગ્નિમાં તે પ્રકારના હવન કરવાનું સૂચન કરે. વળી ગૃહસ્થના મસ્તક પર હાથ ફેરવીને મંત્રોથી અભિમંત્રણ કરે. આવા પ્રકારની અન્ય પણ અનેક પ્રકારની ચેષ્ટા કરે. તે બતાવવા માટે અહીં ‘મારિ' પદથી તેના જેવા અન્ય ભેદોનું ગ્રહણ કરવાનું કહેલ છે. વળી કોઈ ગૃહસ્થને વ્યાધિના શમન માટે લવણ વગેરે ક્ષારોને અગ્નિમાં હોવાનું સૂચન કરે અથવા અમુક દ્રવ્યોના સંયોગવાળા ધૂપ કરવાનું સૂચન કરે. વળી કોઈ સાધુ મંત્રશક્તિ દ્વારા સ્ત્રીને પુરુષરૂપે અને પુરુષને સ્ત્રીરૂપે કરે, અથવા મંત્રથી વૃક્ષાદિને કંપાયમાન કરીને લોકોને પ્રભાવિત કરે, અથવા અનિષ્ટના નિવારણ માટે મંત્ર દ્વારા “ઘૂ ઘૂ” કરીને કહે કે “તારું અનિષ્ટ દૂર થશે,” અથવા શત્રુ આદિને મંત્રાદિ દ્વારા બેડીના બંધનમાં નાંખીને ગૃહસ્થનાં કાર્યો કરી આપે. આ સર્વ કૌતુકના વ્યાપારો કરનારા સાધુ કૌતુકઆજીવક કહેવાય. ૧૬૪૪ અવતરણિકા: भूतिकर्माण्याह - અવતરણિકાળું: ભૂતિકર્મોને કહે છે અર્થાત્ ભૂતિકર્મઆજીવનનું સ્વરૂપ બતાવે છે – ગાથા : भूईअ मट्टिआए सुत्तेण व होइ भूइकम्मं तु । वसहीसरीरभंडगरक्खा अभिओगमाईआ ॥१६४५॥ दारं ॥ અન્વચાઈ: મૂળ દિશા કુત્તે વૈ=ભૂતિ વડે, માટી વડે અથવા સૂત્ર વડે=દોરા વડે, વસહીસરીમંડરવસતિ-શરીર-ભંડકની રક્ષા માટે) મૂí તુ સોટ્ટ=વળી ભૂતિકર્મ થાય છે; મિત્રો મારું=(કેમ કે) અભિયોગાદિ છે=ભૂતિકર્મ વશીકરણાદિરૂપ છે. ગાથાર્થ : ભૂતિ વડે, માટી વડે અથવા દોરા વડે વસતિ-શરીર-ભંડકની રક્ષા માટે વળી ભૂતિકર્મ થાય છે; કેમ કે ભૂતિકર્મ અભિયોગાદિરૂપ છે. ટીકા : भूत्या भस्मरूपया मृदा वा आर्द्रपांसुलक्षणया सूत्रेण वा प्रसिद्धेन भवति भूतिकर्म परिरयवेष्टनरूपं, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy