________________
૩૦૨
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૬૧૪ થી ૧૬૧૦, ૧૬૧૮
પચ્ચકખાણ ગ્રહણ કરે છે; અને ત્યારપછી સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, શત્રુ-મિત્ર સર્વ પ્રત્યે સમભાવના પરિણામવાળા તે મહાત્મા સિદ્ધાંતમાં બતાવેલ વિધિથી સંપૂર્ણ ઇચ્છા વગરના થઈને, સ્વયં જ પર્વતના કંદરમાં જઈને પાદપોપગમન અનશન સ્વીકારે છે અર્થાત વૃક્ષની જેમ સ્થિર રહીને શ્રુતના પારાયણથી તેમ જ ધર્મધ્યાનાદિથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે.
આ પ્રકારના યત્નથી ચિત્ત દેહની પીડા પ્રત્યે અત્યંત ઉપેક્ષાવાળું બને છે અને શુદ્ધ આત્માના સ્વાથ્યમાં અત્યંત સ્થિર બને છે, જેથી ઉત્તરનો ભવ અધિક સાધનાને અનુકૂળ પ્રાપ્ત થાય.
અહીં કહ્યું કે અનશન કરવા તત્પર થયેલા મહાત્મા ગુરુ આદિથી શેષ એવા અન્ય સાધુઓની ઉપબૃહણા કરે છે અને પોતાની સાથે પ્રતિબંધવાળા સાધુઓની વિશેષથી ઉપબૃહણા કરે છે. ત્યાં ‘વિરો' શબ્દથી એ પ્રાપ્ત થાય કે અનશન સ્વીકારવા માટે તત્પર મહાત્મા સર્વ જીવો પ્રત્યે સમભાવવાળા હોય છે, સર્વ જીવોના હિતની ઇચ્છાવાળા હોય છે, કોઈ પ્રત્યે પક્ષપાતવાળા હોતા નથી; આમ છતાં પોતાનાથી પર્યાયાદિથી રત્નાધિક એવા ગુરુ આદિને છોડીને અન્ય સાધુઓને સંવેગનો પ્રકર્ષ થાય તે પ્રકારે સામાન્યથી હિતોપદેશ આપવારૂપ ઉપવૃંહણા કરે છે, જ્યારે પોતાની સાથે શિષ્યાદિ ભાવોથી જે સાધુઓ પ્રતિબંધવાળા છે તેઓને વિશેષથી હિતોપદેશ આપવારૂપ ઉપવૃંહણા કરે છે; કેમ કે પોતાની સાથે પ્રતિબદ્ધ સાધુઓને પોતે અત્યાર સુધી યોગમાર્ગમાં પ્રવર્તાવ્યા હોવાને કારણે તેઓને પોતાના ગુરુ પ્રત્યે અત્યંત ઉપકારકતારૂપે પ્રીતિ હોય છે, તેમ જ તે મહાત્મા પણ અતિપરિચયને કારણે પોતાના શિષ્યાદિની પ્રકૃતિ સારી રીતે જાણતા હોય છે, તેથી તે મહાત્મા તેઓની પ્રકૃતિને અનુરૂપ એ રીતે હિતવચનો કહે છે કે જેથી પોતાની સાથે સંબંધવાળા તે સાધુઓનો વિશેષથી ઉપકાર થાય. ૧૬૧૪ થી ૧૬૧૭
અવતરણિકા :
વળી તે મહાત્મા પાદપોપગમન અનશન કઈ રીતે કરે છે? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
सव्वत्थापडिबद्धो दंडाययमाइठाणमिह ठाउं ।
जावज्जीवं चिइ णिच्चिट्ठो पायवसमाणो ॥१६१८॥ અન્વયાર્થ:
સવ્યસ્થાપવિદ્ધો સર્વત્ર અપ્રતિબદ્ધ એવા મહાત્મા =અહીં ગિરિકંદરમાં, દંડાયમદિાવાદંડઆયતાદિ સ્થાનને વિષે રહીને નાવMીવંચાવજીવ પાયવસમો િિત્રો પાદપની સમાન નિશ્ચષ્ટ વિઠ્ઠ રહે છે.
ગાથાર્થ:
સર્વત્ર અપ્રતિબદ્ધ એવા મહાત્મા ગિરિકંદરમાં દંડ-આયતાદિ સ્થાનથી સ્થિર થઈને ચાવજજીવા પાદપની સમાન નિશ્વેષ્ટ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org