SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ સલેખનાવતુક | અધત મરણTદ્રવ્યલેખના 7 ગાથા ૧૫૦૦-૧૫૦૦ ભાવાર્થ : પૂર્વગાથામાં દશ વર્ષ સુધી સંલેખના કરવાની વિધિ બતાવી, ત્યારપછી બે વર્ષ સુધી સંલેખના કઈ રીતે કરે? તેની વિધિ બતાવે છે – ત્યારપછી છ મહિના સુધી છઠ્ઠાદિ અતિરિકૃષ્ટ તપ કરતા નથી, પરંતુ પૂર્વે જે છઠ્ઠાદિ તપ પોતે કરતા હતા, તેનાથી ન્યૂન એવા ચોથભક્તાદિ તપને છ મહિના સુધી કરે છે, અને પારણામાં આંબિલ કરે છે અને આંબિલમાં પોતાની શક્તિઅનુસાર ઊણોદરી કરે છે. વળી અતિ તપ કરવાને કારણે મુખનો ભંગ થાય તેવું હોય અર્થાત્ બોલવામાં કે સૂત્રોનું ઉચ્ચારણ કરવામાં મુખ અસમર્થ થાય તેવું જણાય, તો મોઢામાં તેલનો કોગળો થોડીવાર ફેરવીને રાખમાં કાઢી નાંખે છે, જેથી અંતસમય સુધી અમ્મલિત નવકારનો જાપ કરવાનું પોતાનું સામર્થ્ય ક્ષીણ થાય નહીં. વળી ત્યારપછી બીજા પણ છ માસ સુધી વિકૃષ્ટ તપ કરે, અર્થાત્ પૂર્વે આઠ વર્ષ સુધી જે છઠ્ઠાદિ વિષ્ટ તપ કરેલ, તેના કરતાં પણ વિકૃષ્ટ એવા અક્રમાદિ તપને શક્તિના પ્રકર્ષથી છ મહિના સુધી કરે, જેથી શરીરની ક્ષીણતા વધતી જાય અને શારીરિક પ્રતિકૂળ સંયોગોમાં પણ શુભ અધ્યવસાય કરવાનું પોતાનું સામર્થ્ય સંચિત થાય. ૧૫૭૬ો. ગાથા: वासं कोडीसहिअं आयामं तह य आणुपुव्वीए । संघयणादणुरूवं एत्तो अद्धाइ निअमेण ॥१५७७॥ અન્વચાઈ: વોડીસાં માયામંત્રકોટિસહિત આયામને વારં વર્ષ (કરે છે.) તદય માધુપુત્રી અને તે પ્રકારની આનુપૂર્વીથી=ગાથા ૧૫૭૫થી અત્યાર સુધી બતાવ્યું તે પ્રકારના ક્રમથી, સંયથTI પુરૂવં=સંઘયણાદિને અનુરૂપ પત્તો આનાથી અર્ધાદિને=ઉપરમાં બતાવ્યું એટલા કાળથી અડધા વગેરેને, નિગમે =નિયમથી (કરે છે.) ગાથાર્થ : કોટિસહિત આંબિલને એક વર્ષ કરે છે. અને તે પ્રકારની આનુપૂર્વીથી સંઘયણાદિને અનુરૂપ ઉપરમાં બતાવ્યું એટલા કાળથી અડધા વગેરે કાળ સુધી નિયમથી સંલેખના કરે છે. ટીકા : वर्ष कोटीसहितमायाम, तथा चानुपूर्व्या एवमेव संहननाद्यनुरूपम्, आदिशब्दाच्छक्त्यादिग्रहः, अतः उक्तात् कालादर्द्धादि-अर्द्ध प्रत्यर्द्ध वा नियमेन करोति । इह च कोटीसहितमित्येवं वृद्धा बुवते - "पट्ठवणओ य दिवसो पच्चक्खाणस्स निट्ठवणओ य । जहियं समिति दोण्णि उ तं भन्नइ कोडिसहियं तु ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy