SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ગાથાર્થ: જે કારણથી અનુયોગ-ગણની અનુજ્ઞા કરાયે છતે વિધિથી અનુયોગનું અને ગણનું અનુપાલન ધીર એવા આચાર્ય ત્યાં સુધી સમ્યક્ કરે છે, જ્યાં સુધી જીવનનો ચરમકાળ પ્રાપ્ત થાય. ટીકા अनुयोगगणानुज्ञायां कृतायां सत्यां तदनुपालनम्=अनुयोगादिपालनं विधिना यद्-यस्मात्तावत्करोति धीरः ऋषिर्यावदापतितः क्रमेण चरमकाल इति गाथार्थः ॥१३६६॥ ટીકાર્ય જે કારણથી અનુયોગ-ગણની અનુજ્ઞા કરાયે છતે વિધિથી તેનું અનુપાલન=અનુયોગાદિનું પાલન= અનુયોગનું અને ગણનું પાલન, ધીર એવા ઋષિ ત્યાં સુધી કરે છે, જ્યાં સુધી ક્રમથી ચરમકાળ આપતિત થાય=ક્રમે કરીને તેઓના જીવનનો અંતિમ સમય આવેલો થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અવતરણિકામાં પ્રશ્ન કર્યો કે અનુયોગ-ગણાનુજ્ઞા દ્વાર પછી સંલેખના દ્વાર કેમ છે ? તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે અનુયોગની અનુજ્ઞા સ્વીકાર્યા પછી ધીર એવા અનુયોગી આચાર્ય યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન આપવારૂપ અનુયોગનું વિધિપૂર્વક પાલન અને ગણની અનુજ્ઞા સ્વીકાર્યા પછી ધીર એવા ગણધર આચાર્ય યોગ્ય શિષ્યોને યોગમાર્ગમાં પ્રવર્તાવવારૂપ ગણનું વિધિપૂર્વક પાલન, ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી ક્રમે કરીને તેઓને જીવનનો ચરમકાળ પ્રાપ્ત થાય. તેથી જીવનના ચરમકાળમાં અનુયોગાચાર્યે અને ગણાચાર્યે શું કરવું જોઈએ ? તે દર્શાવવા માટે ગ્રંથકારશ્રીએ ‘અનુયોગ-ગણાનુજ્ઞા’ વસ્તુ પછી ‘સંલેખના’ વસ્તુ કહેવાની પૂર્વગાથામાં પ્રતિજ્ઞા કરેલ છે; કેમ કે જીવનનો અંતિમ સમય પ્રાપ્ત થાય ત્યારે સાધુઓને સંલેખના કરવાની ભગવાનની આજ્ઞા છે. II૧૩૬૬॥ અવતરણિકા : સંલેખનાવતુક / ગાથા ૧૩૬૬-૧૩૬૦ संलेखनामाह અવતરણિકાર્થ: સંલેખનાને કહે છે=વ્યુત્પત્તિઅર્થને આશ્રયીને ‘સંલેખના’ શબ્દનું લક્ષણ કરતાં કહે છે – ગાથા: Jain Education International संलेहणा इहं खलु तवकिरिया जिणवरेहिं पण्णत्ता । जं तीए संलिहिज्जइ देहकसायाइ णिअमेणं ॥ १३६७॥ અન્વયાર્થ: ઙ્ગ =અહીં=સંલેખના વસ્તુકના પ્રક્રમમાં, નિાવરેહિઁ-જિનવર વડે સંતેહા=સંલેખના તિિરયા-તપ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy