________________
સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૮૨
૧૩૯
ગાથા :
अइसइणो अ जमेए वीहिविभागं अओ विआणंति ।
ठाणाइएहिं धीरा समयपसिद्धेहिं लिंगेहिं ॥१४८२॥ અન્વયાર્થ:
= મ=અને જે કારણથી PM અફસફળો=આ જિનકલ્પિકો, અતિશયી હોય છે, મો=આથી GUIણ િધીરા=સ્થાનાદિ વડે ધીર એવા જિનકલ્પિકો સમયસહિં ત્રિસિમયમાં પ્રસિદ્ધ એવાં લિંગો દ્વારા વીદિવિમા વીથીઓના વિભાગને વિમાપતિ જાણે છે.
ગાથાર્થ :
અને જે કારણથી જિનકલ્પિકો અતિશયવાળા હોય છે, આથી સ્થાનાદિ વડે ધીર એવા જિનકલિકો સમયમાં પ્રસિદ્ધ એવાં લિંગો દ્વારા વીથીઓના વિભાગને જાણે છે. ટીકા? ___ अतिशयिनश्च यदेते श्रुततः, वीथीविभागमतो विजानन्त्येवेति स्थानादिभिः धीरा वसतिगतैः समयप्रसिद्धैर्लिंगैः श्रुतादेवेति गाथार्थः ॥१४८२॥ ટીકાર્ય :
અને જે કારણથી આ=જિનકલ્પિકો, મૃતથી અતિશયવાળા હોય છે, આથી સ્થાનાદિ વડે ધીર=સ્થાનમૌન-ધ્યાન વડે ધર્યવાળા એવા જિનકલ્પિકો, સમયમાં પ્રસિદ્ધ એવાં વસતિગત લિંગો દ્વારા=શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં વસતિવિષયક લક્ષણો દ્વારા, વીથીઓના વિભાગને શ્રુતથી જ જાણે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જિનકલ્પિક મહાત્માઓ શ્રતથી અતિશયવાળા હોય છે. તેથી તેઓ જે ક્ષેત્રમાં માસકલ્પ કરે છે, તે ક્ષેત્રમાં ભિક્ષાટન કરવાની છ વીથીઓ જાણવા માટે ગૃહસ્થોને પૃચ્છા કરતા નથી, પરંતુ સ્થાનાદિ વડે ધીર એવા તેઓ વસતિના વિષયમાં શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં લિંગો દ્વારા શ્રુતથી જ છ વીથીઓના વિભાગને જાણે જ છે.
અહીં જિનકલ્પિકોને “સ્થાનાદિ વડે ધીર” એવું વિશેષણ આપ્યું, તેનાથી એ ફલિત થાય કે તેઓ મોહનું ઉમૂલન કરવા માટે સ્થાન વડે, મૌન વડે અને ધ્યાન વડે પૈર્યપૂર્વક યત્ન કરનારા હોય છે. આથી જ તેઓ કોઈની સાથે સંભાષણ પણ કરતા નથી કે તે નગરની કોઈ માહિતી જાણવા પણ પ્રયત્ન કરતા નથી; ફક્ત આત્માને શ્રુતથી વાસિત કરવા તેઓ સર્વ ઉદ્યમથી યત્ન કરે છે, અને તે ક્ષેત્રમાં છ વીથીઓની કલ્પના કરવા માટે આવશ્યક એવો વીથીઓના વિભાગનો નિર્ણય પણ શ્રુતથી જ કરે છે. I/૧૪૮રા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org