________________
સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૦૦ થી ૧૪૦૨, ૧૪૦૩
૧ર૦.
ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે કોઈ શ્રદ્ધાળુ સ્ત્રી જિનકલ્પિક માટે ભક્ત-ઉગ્રાહિમક કરે તો તે જિનકલ્પિક, પોતે જે દિવસે તે સ્ત્રીના ઘરે વહોરવા ગયેલ અને વહોર્યા વગર પાછા ફરેલ, તે દિવસથી માંડીને છઠ્ઠા કે સાતમા દિવસે તે સ્ત્રીના ઘરે જવું તેઓને કહ્યું છે; આમ છતાં ગાથા ૧૪૫૯માં બતાવેલ છે વીથીઓના ક્રમ પ્રમાણે જે વીથીમાં તે સ્ત્રીનું ઘર છે તે વીથીમાં સાતમા દિવસ પૂર્વે તેઓ ભિક્ષા અર્થે જતા નથી. તેથી છઠ્ઠા દિવસે તે સ્ત્રીના ઘરે જવું કહ્યું તેવું હોય તોપણ, તેઓ સાતમા દિવસે જ તે સ્ત્રીના ઘરવાળી વીથીમાં જાય છે.
આ રીતે સાતમા દિવસે ફરી પ્રથમ વીથીમાં તે જિનકલ્પિક મહાત્માને ભિક્ષાટન કરતા જોઈને તે શ્રદ્ધાળુ સ્ત્રી તેમને કહે છે કે “તે દિવસે મેં કહેલ હોવા છતાં બીજા દિવસે કેમ તમે મારા ઘરે પધાર્યા નહીં ? તમારા નિમિત્તે મેં અસદ્વ્યય કર્યો, અર્થાતુ તમારા માટે કરેલા ભક્તાદિનો મને કાંઈ લાભ મળ્યો નહીં, તેથી મારું ભક્તાદિ બનાવવાનું કૃત્ય નિષ્ફળ ગયું.” આ પ્રમાણે તે સ્ત્રી જિનકલ્પિક મહાત્માને કહે છે ત્યારે, તેઓ પૂર્વમાં કહેલું તે રીતે ફરી કહે છે કે “શ્રમણોની અનિયત વસતિ હોય છે.”
વળી આ પ્રમાણે તેઓ સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થ રહીને, ભગવાનની આજ્ઞાથી આધાકમદિરૂપ આરંભનો પરિહાર કરીને અને વિશુદ્ધ મનવાળા થઈને કહે છે, પરંતુ પોતાને ઇષ્ટની પ્રાપ્તિ થાય અથવા લોકો પોતાના પ્રત્યે આદરભાવવાળા થાય તેવા આશયથી કહેતા નથી. /૧૪૭૦થી ૧૪૭૨ા અવતરણિકા:
ગાથા ૧૪૬૧માં બતાવેલ પાંચ વક્તવ્યોમાંથી હવે ચોદક અને નિર્વચનરૂપ ચોથા વક્તવ્યનું વર્ણન કરે
ગાથા :
चोएई पढमदिणे जइ कोइ करिज्ज तस्स कम्माई ।
तत्थ ठिअं णाऊणं अजंपिउं चेव तत्थ कहं ॥१४७३॥ અન્વયાર્થ:
વોડું ચોદન કરે છે–શિષ્ય પ્રશ્ન કરે છે : ન જો શ્રોફ કોઈક તત્થ = ત્યાં સ્થિતને=પોતાના ક્ષેત્રમાં રહેલા જિનકલ્પિકને, પIઝui=જાણીને પઢમવિ=પ્રથમ દિનમાં તસ્સ તેમના=જિનકલ્પિકના, (નિમિત્તક) —ા રિન=કર્માદિને કરે, મiપિs વેવ=નહીં કહીને જ (વહોરાવે.) તત્વ=ત્યાં વેદં કઈ રીતે (જિનકલ્પિક તે આધાકર્માદિને જાણે ?).
ગાચાર્ય :
શિષ્ય પ્રશ્ન કરે છે. જો કોઈક ગૃહસ્થ પોતાના ક્ષેત્રમાં રહેલા જિનકલ્પિકને જાણીને પ્રથમ દિવસે જિનકલ્પિકના નિમિત્તે આધાકમદિને કરે અને જિનકલ્પિકને કહ્યા વગર જ વહોરાવે. ત્યાં કઈ રીતે જિનકલિક તે આધાકમદિને જાણે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org