SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા | ગાથા ૧૪૩૨-૧૪૩૩ ટીકાઈ: આને=જિનકલ્પિકને, દિવ્યાદિ ઉપસર્ગો ભાજ્ય છે થાય છે અથવા નથી થતા. વળી જો કોઈક રીતે ઉપસર્ગો થાય, તો અવ્યથિત છતા=વ્યથા વગરના છતા, નિશ્ચલ ચિત્તવાળા, મહાસત્ત્વવાળા=સુઅભ્યસ્ત ભાવનાવાળા જિનકલ્પિક તે ઉપસર્ગોને સહન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પીને દેવાદિ સંબંધી ઉપસર્ગો થાય જ એવો એકાંતે નિયમ નથી, પરંતુ ભજના છે. જે જિનકલ્પી મહાત્માના આત્મા પર તથાવિધ નિરનુબંધ એવાં ક્લિષ્ટ કર્મો પડેલાં હોય, તે જિનકલ્પી મહાત્માને તે નિરનુબંધી ક્લિષ્ટ કર્મોના ઉદયથી ઉપસર્ગો આવે છે, અન્ય જિનકલ્પી મહાત્માને આવતા નથી. વળી જો જિનકલ્પી મહાત્માને ઉપસર્ગો આવે, તો તેઓ દેહ સાથે ભાવથી સંગ વગરના હોવાથી ઉપસર્ગોમાં પણ તેઓનું ચિત્ત વ્યથા પામતું નથી, પરંતુ તેઓનું ચિત્ત ઉપસર્ગકાળમાં અને અનુપસર્ગકાળમાં સમાન વર્તે છે; વળી તેઓએ પૂર્વે પાંચ ભાવનાઓ સુઅભ્યસ્ત કરેલી હોવાથી મહાસત્ત્વશાળી હોય છે અને ઉપસર્ગકાળમાં પણ ધ્યાનમાં કે સૂત્રના પારાયણમાં નિશ્ચલ ચિત્તવાળા રહે છે. આથી જ તેઓ ઉપસર્ગકાળમાં પણ શ્રુતના ઉપયોગથી કાળનું જ્ઞાન કરી શકે છે. /૧૪૩૨ અવતરણિકા : आतङ्कद्वारविधिमाह - અવતરણિકાર્ય : આતંકદ્વારની વિધિને કહે છે – ગાથા : आयंको जरमाई सो वि हु भइओ इमस्स जइ होइ । णिप्पडिकम्मसरीरो अहिआसइ तं पि एमेव ॥१४३३॥ दारं ॥ અન્વચાઈ: નરમા સાયંકો જવરાદિ આતંક છે. સો વિ=આ પણ આતંક પણ, રૂમ =આને જિનકલ્પિકને, મોકભાજય છે=ભજનાથી થાય છે. નવું રોટ્ટ=જો થાય જિનકલ્પિકને આતંક થાય, (તો) frMડિમ્પરરીરોગનિષ્પતિકર્મ શરીરવાળા તં પિzતેને પણ=આતંકને પણ, ખે=આ રીતે જsઉપસર્ગો સહન કરે છે એ રીતે જ, હિસારૂં=સહન કરે છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : વરાદિ આતંક છે. આતંક પણ જિનકલ્પિકને ભજનાથી થાય છે; જો જિનકલ્પિકને આતંક થાય, તો નિપ્રતિકર્મ શરીરવાળા થઈને આતંકને પણ, ઉપસર્ગો સહન કરે છે એ રીતે જ સહન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy