________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૦૨ ટીકાર્ય :
જે રીતે જ અત્યંત સૂક્ષ્મ એવો એક પણ આત્મપ્રદેશ અસંખ્યય પ્રદેશોથી સંગત છે તેનાથી અન્ય સાથે અવિનાભૂત છે–તે એક આત્મપ્રદેશથી અન્ય એવા અસંખ્ય આત્મપ્રદેશો સાથે અપૃથભૂત છે; કેમ કે કેવલનો અસંભવ છે=અસંખ્ય આત્મપ્રદેશોથી પૃથગુ એવા કેવલ એક આત્મપ્રદેશનો અસંભવ છે. તે રીતે આ શીલાંગ પણ અન્ય સાથે અવિનાભૂત જ તે શીલાંગથી અન્ય શીલાંગો સાથે અપૃથભૂત જ, જાણવું.
વળી ઇતરથા=કેવલપણું હોતે છતે=અન્ય આત્મપ્રદેશોથી પૃથગુ એવા કેવલ એક આત્મપ્રદેશનો સભાવ હોતે છતે અથવા અન્ય શીલાંગોથી પૃથગુ એવા કેવલ એક શીલાંગનો સદ્ભાવ હોતે છતે, સ્વતત્ત્વનો ત્યાગ થાય=આત્મપ્રદેશવ અને શીલાંગત્યનો અભાવ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
આત્માના અસંખ્ય આત્મપ્રદેશો છે અને એકેક આત્મપ્રદેશ અત્યંત સૂક્ષ્મ છે, જે આત્મપ્રદેશોને કેવલજ્ઞાન વડે કેવલી જ જોઈ શકે છે.
વળી દરેક આત્મપ્રદેશ અન્ય આત્મપ્રદેશો સાથે જોડાઈને જ રહેલ છે, ક્યારેય કોઈ આત્મપ્રદેશ અન્ય આત્મપ્રદેશોથી છૂટો પડતો નથી; કેમ કે જીવદ્રવ્ય અખંડ દ્રવ્ય છે. તેથી જેમ સ્કંધના પરમાણુઓ છૂટા પડે છે તેમ આત્માના પ્રદેશો અખંડ એવા જીવદ્રવ્યથી ક્યારેય છૂટા પડતા નથી. માટે કેવલ એક આત્મપ્રદેશનો અસંભવ છે. આમ છતાં કલ્પનાથી એક આત્મપ્રદેશને અન્ય આત્મપ્રદેશોથી છૂટો પાડવામાં આવે તો કલ્પનાથી બુદ્ધિમાં ઉપસ્થિત થયેલા તે એક આત્મપ્રદેશમાં આત્મપ્રદેશપણાનો અભાવ છે; કેમ કે અખંડ એવા આત્મદ્રવ્યથી પૃથ એવો એક આત્મપ્રદેશ સંભવતો નથી.
એ જ રીતે દરેક શીલાંગ અન્ય શીલાંગો સાથે જોડાઈને જ રહેલ છે, ક્યારેય કોઈ શીલાંગ અન્ય શીલાંગોથી છૂટું પડતું નથી; માટે કેવલ એક શીલાંગનો અસંભવ છે. આમ છતાં કલ્પનાથી એક શીલાંગને અન્ય શીલાંગોથી છૂટું પાડવામાં આવે તો કલ્પનાથી બુદ્ધિમાં ઉપસ્થિત થયેલા તે એક શીલાંગમાં શીલાંગપણાનો અભાવ છે; કેમ કે અઢાર હજાર શીલાંગોથી પૃથર્ એવું એક શીલાંગ સંભવતું નથી. આથી એક પણ શીલાંગનું સુપરિશુદ્ધ પાલન અઢારેય હજાર શીલાંગોના સુપરિશુદ્ધ પાલનથી થાય છે, પરંતુ એક શીલાંગને પૃથરૂપે પાલન કરી શકાતું નથી; અને એક પણ શીલાંગનો નાશ થાય તો સર્વ શીલાંગો નાશ પામે, તેમ જ એક પણ શીલાંગની પ્લાનિ થાય તો સર્વ શીલાંગો પ્લાન થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે મુનિ અપ્રમાદભાવથી અસંગભાવને અનુકૂળ ભાવોમાં સુદઢ યત્નવાળા હોય ત્યારે તેમનાં સર્વ શીલાંગો સુરક્ષિત છે; તે યત્નમાં જ્યારે ગ્લાનિ થાય ત્યારે તેમનાં સર્વ શીલાંગો પ્લાન થાય છે, અને જો મ્યાન થયેલા શીલાંગના રક્ષણ કરવા માટે મુનિ યત્ન ન કરે તો તે મુનિનાં સર્વ શીલાંગો નાશ પામે છે. તેથી નક્કી થાય કે અપ્રમત્ત મુનિનાં સર્વ શીલાંગો સુપરિશુદ્ધ હોય છે અને પ્રમત્ત મુનિનાં સર્વ શીલાંગો પ્લાન થઈને નાશ પામે છે. ll૧૧૭૨ા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org