________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૯-૧૩૬૦
૩૨૦
આરાધન થાય છે, તેથી દર્શનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને આવા ગુરુના વચન અનુસાર કરાયેલી સંયમની સમ્યમ્ આચરણાઓથી ચારિત્રની શુદ્ધિ પ્રાપ્ત થાય છે, જેના કારણે તેઓનું દર્શન અને ચારિત્ર પૂર્વ કરતાં સ્થિરતર થાય છે. આથી હળુકર્મી, માર્ગાનુસારી બુદ્ધિવાળા, ધન્ય એવા સાધુઓ રત્નત્રયીની વૃદ્ધિના કારણીભૂત એવા ગુરુકુળને સદા માટે છોડતા નથી.
આ પ્રકારના ગુરુકુળવાસના લાભો બતાવવાથી મૂલ ગુરુના વચનથી ઉત્સાહિત થઈને પણ ગચ્છના સાધુઓ નવા ગણધર ગુરુનું દઢ અવલંબન લઈને પોતાના સંયમની વૃદ્ધિ કરી શકે છે.
વળી ગાથા ૧૩૪૭માં કહેલ કે મૂલ ગુરુ ગણધરને અને ગચ્છને તે પ્રકારે સંવેગસાર અનુશાસ્તિ આપે, કે જેથી અન્ય પણ કોઈ યોગ્ય જીવ બોધ પામે.
તેનાથી એ પ્રાપ્ત થાય કે ઉપરમાં બતાવી એવી અનુશાસ્તિ ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી તેને સાંભળનાર કોઈ વિચારક પુરુષને થાય કે “આ પ્રવચન કોઈ આપ્ત પુરુષથી પ્રવર્તિત છે, જે પ્રવચનમાં રહેલા ગણધર અને ગચ્છના સાધુઓ આવા પ્રકારની વિવેકવાળી પ્રવૃત્તિ કરે છે, ગણધર અને ગચ્છ દ્વારા કરાતી આવી વિવેકવાળી પ્રવૃત્તિનું સમર્થન કરવા જ આમના ગુરુએ આવા પ્રકારનું અનુશાસન આપેલ છે.” તેથી તે પુરુષને પ્રવચન પ્રત્યે પક્ષપાત થાય છે, જેથી તે વિચારક શ્રોતાને પણ ભગવાનના શાસનની પ્રાપ્તિ થાય છે. ll૧૩૫૯યા
અવતરણિકા :
ગાથા ૧૩૩૭થી ૧૩૪૭માં ગણધરપદને યોગ્ય ગુણોવાળા અનુયોગી આચાર્યને ગણની અનુજ્ઞા આપવાની વિધિ બતાવી, ત્યારપછી ગાથા ૧૩૪૮થી ૧૩૫૪માં મૂલ ગુરુ દ્વારા તે નવા ગણધરને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું અને ગાથા ૧૩૫૫થી ૧૩૫૯માં ગચ્છને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું.
હવે પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોવાળી સાધ્વીને પ્રવર્તિનીપદે સ્થાપન કર્યા પછી મૂલ ગુરુ દ્વારા તે નવી પ્રવર્તિનીને અપાતી અનુશાસ્તિનું અને તે પ્રવર્તિનીની નિશ્રામાં રહેલ સાધ્વીઓને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ સંક્ષેપથી બતાવતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
एवं चिअ वइणीणं अणुसद्धिं कुणइ एत्थ आयरिओ ।
तह अज्जचंदणमिगावईण साहेइ परमगुणे ॥१३६०॥ અન્વયાર્થ :
પર્વ વિડ=આ રીતે જ જે રીતે મૂલ ગુરુ ગણધરની અને ગચ્છના સાધુઓની અનુશાસ્તિ કરે છે એ રીતે જ, પત્થ અહીં=પ્રવર્તિનીપદના પ્રદાનના વ્યતિકરમાં, માોિ આચાર્ય=મૂલ ગુરુ, વફviવ્રતિનીઓની બુદ્દેિ અનુશાસ્તિને સુપરૂિ કરે છે ત€તથા બળવંતમિવ આર્યા ચંદના-મૃગાવતીના પરમાને પરમ ગુણોને સાડું કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org