________________
અનુયોગગણાનુજ્ઞાવતુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૩-૧૩૦૪
ટીકા :
अल्पवीर्यस्य प्राणिनः प्रथमो-द्रव्यस्तवः सहकारिविशेषभूतो वीर्यस्य श्रेयानिति, इतरस्य=बहुवीर्यस्य साधोर्बाह्यत्यागादिति बाह्यद्रव्यस्तवत्यागेन इतर एव श्रेयान् भावस्तव, इत्येषः परमार्थोऽत्र द्रष्टव्य इति માથાર્થ: શરૂ૦રૂા. ટીકાર્ય :
વીર્યના સહકાર વિશેષભૂત એવો પ્રથમ=દ્રવ્યસ્તવ, અલ્પ વીર્યવાળા પ્રાણીને=શ્રાવકને, શ્રેય છે= કલ્યાણકારી છે, એ પ્રકારનો આ પરમાર્થ જાણવો, એમ અન્વય છે. અને ઇતરને=બહુ વીર્યવાળા સાધુને, બાહ્યના ત્યાગથી=બાહ્ય એવા દ્રવ્યસ્તવના ત્યાગથી, ઇતર જ=ભાવસ્તવ જ, શ્રેય છે, એ પ્રકારનો આ પરમાર્થ અહીં=સ્તવના વિચારમાં, જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જે જીવો આત્મકલ્યાણ કરવા માટે સંચિત વર્તવાળા નથી, તેઓ અલ્પ વીર્યવાળા છે. તેવા અલ્પ વિર્યવાળા શ્રાવકો મહાવીર્યના સંચયના અર્થી છે, આથી તેઓ મહાવીર્યના સંચય અર્થે પોતાના અલ્પ વીર્યને વીતરાગભાવને અનુકૂળ પ્રવર્તાવવામાં સહકારી વિશેષભૂત એવો દ્રવ્યસ્તવ કરે છે; કેમ કે અલ્પ વીર્યવાળા શ્રાવક મહાવીર્યના સંચયમાં સહકારી વિશેષભૂત દ્રવ્યસ્તવનું આલંબન લઈને યત્ન કરે, તો જ તેઓ સાધુની જેમ મહાવીર્યથી વીતરાગ થવાને અનુકૂળ શક્તિના સંચયવાળા બને. તેથી અલ્પ વીર્યવાળા શ્રાવક માટે ગૌણ ભાવસ્તવવાળો દ્રવ્યસ્તવ જ શ્રેયકારી છે અર્થાત્ વીતરાગગામી ઉપયોગપૂર્વક દ્રવ્યસ્તવમાં યત્ન કરવો જ ઉચિત છે, પરંતુ પોતાની શક્તિનું સમાલોચન કર્યા વગર વીતરાગગામી શક્તિસંચયમાં સહકારી વિશેષભૂત એવા દ્રવ્યસ્તવનો ત્યાગ કરીને ભાવસ્તવમાં યત્ન કરવો ઉચિત નથી.
વળી બહુ વીર્યવાળા સાધુ માટે બાહ્ય સામગ્રીથી થતા દ્રવ્યસ્તવના ત્યાગથી ગૌણ દ્રવ્યસ્તવવાળો ભાવસ્તવ જ શ્રેયકારી છે; કેમ કે સાધુ મહાવીર્યવાળા હોવાથી બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યમાં પ્રવર્તી શકે તેવા સંચિત વીર્યવાળા હોય છે, તેથી ત્રણ ગુપ્તિના પ્રકર્ષ દ્વારા વીતરાગ થવા માટે ઉદ્યમ કરવો જ તેઓ માટે ઉચિત છે.
આ પ્રકારનો પરમાર્થ પ્રસ્તુત એવા સ્તવના વિચારમાં જાણવો. II૧૩૦૩
અવતરણિકા :
विपर्यये दोषमाह -
અવતરણિકાર્ય : - વિપર્યયમાં દોષને કહે છે, અર્થાત્ અલ્પ વીર્યવાળા જીવો દ્રવ્યસ્તવને છોડીને ભાવસ્તવમાં ઉદ્યમ કરે, તો તેઓને પ્રાપ્ત થતા ફળના અભાવરૂપ દોષને કહે છે –
ગાથા :
दव्वत्थयं पि काउं ण तरड़ जो अप्पवीरिअत्तेणं । परिसुद्धं भावथयं काही सोऽसंभवो एस ॥१३०४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org