SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ટીકાર્થ: અને તેઓને પણ=મ્લેચ્છોને પણ, અહીં—દ્વિજના ઘાતમાં, નિમિત્ત વચન નથી એમ નહીં, પરંતુ વચન જ નિમિત્ત છે. શેનાથી ? અર્થાત્ મ્લેચ્છોને પણ દ્વિજના ઘાતમાં વચન જ નિમિત્ત છે એવું શેનાથી નક્કી થાય ? એથી કહે છે જે કારણથી સદા=ક્યારેય, તે રીતે=જે રીતે કેટલાક મ્લેચ્છો ચંડિકા આદિ આગળ દ્વિજને હણે છે તે રીતે, સર્વ જ મ્લેચ્છો તેને–દ્વિજવરને, હણતા નથી; અહીં પ્રશ્ન થાય કે સર્વ જ મ્લેચ્છો દ્વિજવરને કેમ તે રીતે હણતા નથી ? તેથી કહે છે - અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૪૨-૧૨૪૩ અશ્રુત તેની ચોદનાનું વાક્ય હોવાથી—દ્વિજના ઘાતની ચોદનાનું વાક્ય હોવાથી=જેઓ દ્વિજવરને હણતા નથી તે મ્લેચ્છોએ દ્વિજવરને હણવાની પ્રેરણા કરનારું વાક્ય સાંભળેલ નહીં હોવાથી, સર્વ જ મ્લેચ્છો દ્વિજવરને ચંડિકા આદિ આગળ હણતા નથી, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વૈદિકો યાગીય હિંસા વેદવચનથી કરે છે, જ્યારે મ્લેચ્છો દ્વિજવરની હિંસા વચનથી કરતા નથી. આમ કહેતાં પૂર્વપક્ષીનું નિવારણ કરવા ગ્રંથકાર કહે છે કે, મ્લેચ્છોને ચંડિકા આદિ આગળ દ્વિજવરને હણવાનું નિમિત્ત વચન નથી એમ નહીં. આથી યાગીય હિંસામાં વૈદિકોને જેમ વચન પ્રવર્તક છે તેમ દ્વિજવરની હિંસામાં મ્લેચ્છોને પણ વચન પ્રવર્તક છે. અહીં પ્રશ્ન થાય કે મ્લેચ્છોને બ્રાહ્મણના ઘાતમાં વચન પ્રવર્તક છે એમ કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે સર્વ જ મ્લેચ્છો ક્યારેય ચંડિકા આદિ આગળ બ્રાહ્મણને હણતા નથી, પરંતુ કેટલાક મ્લેચ્છો જ હણે છે. તેથી નક્કી થાય કે જે મ્લેચ્છો ચંડિકા આદિ આગળ બ્રાહ્મણને હણે છે, તે મ્લેચ્છોને બ્રાહ્મણના ઘાતમાં વચન પ્રવર્તક છે; કેમ કે જે મ્લેચ્છો બ્રાહ્મણને ચંડિકા આદિ પાસે હણતા નથી તેઓએ બ્રાહ્મણને હણવાની પ્રેરણા કરનારું વચન સાંભળ્યું નથી, માટે તેઓ અન્ય મ્લેચ્છોની જેમ ચંડિકા આદિ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભોગ ધરાવતા નથી. માટે અર્થથી એ પ્રાપ્ત થયું કે જે મ્લેચ્છોએ દ્વિજવાતની પ્રેરણા કરનારું વચન સાંભળ્યું છે, તેઓ જ ચંડિકા આદિ આગળ દ્વિજવરનો ઘાત કરે છે, અન્ય નહીં. ગાથા: અહીં કહ્યું કે “સર્વ જ મ્લેચ્છો સદા તે રીતે ઘાત કરતા નથી.’ એનું તાત્પર્ય એ છે કે મ્લેચ્છો બ્રાહ્મણને લૂંટવા માટે હણતા હોય છે, પરંતુ જે રીતે ચંડિકા દેવી વગેરેને ભોગ ધરાવવા માટે કેટલાક મ્લેચ્છો બ્રાહ્મણને હણે છે, તે રીતે સર્વ જ મ્લેચ્છો બ્રાહ્મણને હણતા નથી. II૧૨૪૨॥ Jain Education International अह तं ण एत्थ रूढं एअं पि ण तत्थ तुल्लमेवेयं । अह तं वमणुचिअं इमं पि एआरिसं तेसिं ॥१२४३॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy