________________
અનુયોગગણાનુજ્ઞાવતુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૦-૧૧૦૮ વળી, આ પ્રકારની ઉચિત પ્રવૃત્તિ જોઈને કેટલાક જીવોને આવી ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય છે, અને તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરે છે. આથી તે ઉચિત પ્રવૃત્તિઓની પરંપરા જે યોગ્ય જીવોમાં ચાલશે તે સર્વ જીવોને દષ્ટ ઉપકાર થાય છે.
વળી, ઉચિત પ્રવૃત્તિ કરનારા ઉપર બતાવેલા જીવો જેટલા અંશથી નિરારંભ પ્રવૃત્તિ કરે છે અને સંવૃત ગાત્રવાળા રહે છે, તેટલા અંશમાં ત્યાં રહેલા પૃથ્વીકાયાદિ જીવોની હિંસા પણ અટકી જાય છે. આથી તે પૃથ્વીકાયાદિના જીવોને પણ દષ્ટ ઉપકાર થાય છે.
વળી, આજ્ઞાપરતંત્ર સાધુની આરંભવાળી પ્રવૃત્તિમાં જે જીવોનો વધ થયો તે જીવો ઉપર વર્તમાનમાં સાક્ષાત ઉપકાર થતો દેખાતો નથી, તોપણ તે સાધુ ભગવાનના વચનનું પાલન કરીને જ્યારે મોક્ષમાં જશે અને તે સાધુને અવલંબીને મોક્ષમાર્ગમાં ચઢેલા અન્ય જીવો પણ જ્યારે મોક્ષમાં જશે, ત્યારે મુક્ત થયેલા તે સાધુ અને તે સાધુના નિમિત્તથી મોક્ષમાર્ગમાં ચઢીને મુક્ત થયેલા તે અન્ય જીવો દ્વારા જગતમાં રહેલા જીવોને થતો ઉપદ્રવ અટકી જશે, જેથી આ સર્વ જીવો તરફથી જગતમાં અમારિપટ વાગશે, તેનું ફળ આરંભવાળી પ્રવૃત્તિ કરતી વખતે જે જીવોનો વધ થયો હતો તેઓને પણ પ્રાપ્ત થશે. આથી આરંભકાળમાં જે જીવોનો વધ થયો હતો તે જીવોને પણ તે મુક્ત થયેલા મહાત્માઓ તરફથી સદા માટે ઉપદ્રવનો અભાવ થવારૂપ અદષ્ટ ઉપકાર થાય છે. ૧૧૭૭
અવતરણિકા :
ગાથા ૧૧૭૪માં કહેલ કે ક્વચિત્ અવિરતિના પરિણામ વગર પણ બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ થાય છે, તેથી આ શીલ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નથી, પરંતુ આંતર વિરતિભાવને આશ્રયીને જાણવું; અને આ વાતને ગાથા ૧૧૭૫-૧૧૭૬માં દષ્ટાંત અને દાન્તિક યોજનાથી બતાવીને ગાથા ૧૧૭૭માં યુક્તિથી સ્થાપન કર્યું કે આજ્ઞાપરતંત્ર સાધુની ક્વચિત્ બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ પણ એકાંતે હિતાવહ હોવાથી સર્વ શીલાંગોના પાલનરૂપ જ છે.
હવે તે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
भावं विणा वि एवं होइ पवित्ती ण बाहए एसा ।
सव्वत्थ अणभिसंगा विरईभावं सुसाहुस्स ॥११७८॥ અન્વયાર્થ :
વં-આ રીતે =ગાથા ૧૧૭૫થી ૧૧૭૭માં બતાવ્યું એ રીતે, પવિત્તી પ્રવૃત્તિ બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, માd વિUા વિ-ભાવ વિના પણ અવિરતિના પરિણામ વિના પણ, રોટ્ટ થાય છે. સવ્વસ્થ
મiTસર્વત્ર અનભિન્કંગ હોવાથી પસા-આ=બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, સુસાસુવિમાવં સુસાધુના વિરતિભાવને વાદ=બાધ કરતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org