________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૬-૯૯૦ વળી, સૂત્રના અર્થોનું વ્યાખ્યાન ગુરુએ ઉત્તમ દષ્ટાંતોથી યુક્ત કરવું જોઈએ, પરંતુ હીન ઉદાહરણોવાળું ન કરવું જોઈએ. આશય એ છે કે અનુયોગી આચાર્યએ દાર્દાન્તિક પદાર્થોના વ્યાખ્યાનમાં દષ્ટાંત આપવા જોઈએ કે પૂર્વકાલીન ઋષિમુનિઓ અતિદુષ્કર પણ સંયમમાં સુદઢ યત્ન કરીને ગ્રહણ કરેલાં વ્રતોને પાળતા હતા. તેઓ પાસે અનેક લબ્ધિઓ હોવા છતાં માનાદિ કષાયને વશ થઈને તેઓ ક્યારેય પોતાની લબ્ધિઓનું પ્રદર્શન કરતા ન હતા. આવા ગાંભીર્ય અને વૈર્યવાળા મહર્ષિઓનાં દૃષ્ટાંતો સંયમના માર્ગનું નિરતિચાર પાલન કરવામાં પ્રેરક થાય છે. તેના બદલે જો ઉપદેશક ગુરુ અત્યારના કાળના સામાન્ય સત્ત્વવાળા સાધુઓનાં દષ્ટાંતો આપવા દ્વારા શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરે, તો અત્યારના સાધુઓની પ્રવૃત્તિ અનેક ત્રુટીઓવાળી હોવાથી વિચારક શ્રોતાઓને થાય કે ભગવાને ઉપદેશેલો સંયમમાર્ગ આવા અલ્પસત્ત્વવાળા જીવો દ્વારા સેવાયેલો છે, જેના કારણે તે વિચારક શ્રોતાઓને જિનવચનાનુસાર સંયમના સાચા સ્વરૂપનો બોધ થઈ શકે નહીં. માટે ગુરુ, શ્રોતાઓને ઉત્તમ પુરુષોનાં દૃષ્ટાંતો આપીને કહે કે અલ્પ સત્ત્વવાળા જીવો ગંભીર એવા જિનશાસનના પરમાર્થનો યથાર્થ બોધ કરવા માટે પણ અસમર્થ હોય છે, તો તેઓ શાસ્ત્રોક્ત વિધિ મુજબની આચારણાઓ તો કરી જ કઈ રીતે શકે? આવાં વચનોથી ગુરુ શ્રોતાઓને વ્યાખ્યાન આપે, જેથી શ્રોતાઓને પણ “આ દુષ્કર પણ યોગમાર્ગ ઉત્તમ પુરુષોથી સેવ્ય છે, સામાન્ય સત્ત્વવાળા પુરુષોનો આ માર્ગ નથી.” એ પ્રકારની મતિ થાય.
વળી સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન ગુરુએ નિશ્ચય-વ્યવહાર વગેરે અનેક પ્રકારના નયો બતાવવા દ્વારા કરવું જોઈએ, જેથી શ્રોતાઓને તે તે નયોની અપેક્ષાએ પદાર્થનો યથાર્થ બોધ થાય. આશય એ છે કે શાસ્ત્રીય પદાર્થોમાંનાં કેટલાંક સ્થાનોમાં વ્યવહારનયનું અને કેટલાંક સ્થાનોમાં નિશ્ચયનયનું મહત્ત્વ હોય છે. તેથી આ કથન કયા નયની દૃષ્ટિએ છે? અહીં આ નયની જ દૃષ્ટિથી કથન કેમ કરાયું છે ? અન્ય નયની દૃષ્ટિથી કેમ નહીં? તે સર્વ વાતો શ્રોતાઓને ગુરુએ યુક્તિથી બતાવવી જોઈએ.
જેમ પ્રસ્તુત ગ્રંથની ૫૯૯મી ગાથામાં નિશ્ચયનય અને વ્યવહારનય બંનેને સામે રાખીને કહ્યું કે ચરણયોગમાં સ્થિત એવા વિશુદ્ધ ભાવવાળા ગુરુએ શિષ્યને સૂત્ર આપવું જોઈએ.” ત્યાં કોઈને શંકા થાય કે અંગારમર્દનાચાર્યના શિષ્યો કુગુરુ પાસે શ્રુત ભણ્યા તેથી તેઓને કુગુરુ પાસેથી ભણવાની ક્રિયા કરવારૂપ દોષ પ્રાપ્ત થવો જોઈએ. તેના ઉત્તરરૂપે ગાથા ૬૦૦થી ૬૦પમાં બતાવ્યું કે “નિશ્ચયનયને અવલંબનારા ઋષિઓને પરિણામ પ્રમાણ છે,” માટે દોષ નથી. આ કથનથી એ ફલિત થયું કે નિશ્ચયનયથી કે વ્યવહારનયથી અશુદ્ધ આચરણવાળા ગુરુ પાસે શિષ્યએ સૂત્ર ગ્રહણ કરવું જોઈએ નહીં. તેથી ૫૦૦ શિષ્યોને બાહ્ય રીતે વિશુદ્ધ આચરણવાળા ગુરુમાં વ્યવહારનયથી “આ સુગુરુ છે” તેવો નિર્ણય થયો હતો, માટે તેઓએ સુગુરુની બુદ્ધિપૂર્વક અંગારમર્દનાચાર્ય જેવા કુગુરુ પાસે શ્રુતાભ્યાસ કર્યો ત્યારે, નિશ્ચયનયને અભિમત સુગુરુ પાસે ભણવાનો શુભ ભાવ હોવાથી તેઓને દોષ પ્રાપ્ત થયો નહીં; કેમ કે આવા સ્થાનમાં સુગુરુ પાસે જ સૂત્રગ્રહણ કરવારૂપ નિશ્ચયનયને માન્ય એવો પોતાનો વિશુદ્ધ પરિણામ પ્રમાણ છે, અને પોતે અતિશયજ્ઞાની નહીં હોવાથી સુગુરુનો નિર્ણય બાહ્ય વિશુદ્ધ આચરણથી કરી શકે છે. આથી બાહ્ય રીતે વિશુદ્ધ આચરણવાળા ગુરુને ભ્રમને કારણે સુગુરુ માનીને કુગુરુ પાસે શ્રુતાભ્યાસ કરનારા શિષ્યોનો શાસ્ત્રાનુસારી પરિણામ હોવાથી તેઓને નિર્જરા પ્રાપ્ત થઈ.
આમ, “ચરણયોગમાં સ્થિત, વિશુદ્ધ ભાવવાળા ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવું જોઈએ” એ કથનમાં, નિશ્ચયનયનું અને વ્યવહારનયનું ગ્રહણ હોવા છતાં સુગુરુ માનીને અંગારમક જેવા કુગુરુ પાસે પણ શ્રુત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org