________________
૯૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૬-૯૯૦
શ્રતે...પ્રર્વતા શ્રતવિષયક તે પ્રકારના=આ આગમ સંપૂર્ણ નિર્દોષ છે તે પ્રકારના, ગૌરવને પેદા કરતા એવા આચાર્યએ વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ યથાતથા અભિધાનને પેદા કરતા આચાર્યએ વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, હેયબુદ્ધિને કરતા એવા આચાર્યએ વ્યાખ્યાન કરવું જોઈએ નહીં.
તથા....વત્ તથા ઉત્તમ નિદર્શનથી યુક્ત=અહીન ઉદાહરણવાળું, વ્યાખ્યાન કરવું જોઈએ.
તથા...થાર્થ અને તે રીતે વિચિત્ર નયોના ગર્ભથી સાર=નિશ્ચયાદિ અનેક નયોના અર્થથી પ્રધાન, એવું વ્યાખ્યાન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભગવતિ....તિ ગંભીર અને સાર ભણિતિઓ વડે=ગંભીર અને શ્રેષ્ઠ કથનો વડે, સર્વજ્ઞ ભગવાનમાં અસર્વજ્ઞ આ પ્રમાણે ન કહે એ પ્રકારનું તત્પત્યયકારી=સર્વજ્ઞતાનો વિશ્વાસ કરાવનારું, વ્યાખ્યાન કરવું જોઈએ, તુચ્છ એવી ગ્રામ્યોક્તિઓ વડે નહીં-તુચ્છ એવાં ગામડિયાં વચનો વડે વ્યાખ્યાન કરવું જોઈએ નહીં.
સંવેપાર...થઈશ્રોતાઓના ઔચિત્યથી સંવેગને કરનારું વ્યાખ્યાન નિયમથી કર્તવ્ય થાય છે. અન્યથા નહીં=પ્રસ્તુત બે ગાથામાં બતાવ્યું તેનાથી અન્ય રીતે વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૯૯૨થી પ્રારંભીને અત્યાર સુધી કરેલા કથનનું નિગમન કરતાં કહે છે કે આગમ અને હેતુ એ બંનેના ઉપયોગથી આગમગત અને હેતુગત વ્યાખ્યાન વિષયને અનુરૂપ કરવું જોઈએ. આશય એ છે કે કેટલાંક શાસ્ત્રીય વચનો આજ્ઞાગ્રાહ્ય છે અને કેટલાંક શાસ્ત્રીય વચનો યુક્તિગ્રાહ્ય છે, તેથી આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોના વ્યાખ્યાનના અવસરે આજ્ઞાના ઉપયોગથી, અને યુક્તિગ્રાહ્ય પદાર્થોના વ્યાખ્યાનના અવસરે યુક્તિના ઉપયોગથી વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ આગમગ્રાહ્ય પદાર્થોનું યુક્તિઓ આપવા દ્વારા અને યુક્તિગમ્ય પદાર્થોનું આગમ દ્વારા વ્યાખ્યાન કરવું જોઈએ નહીં.
વળી, આવું વ્યાખ્યાન પણ ગુરુએ શ્રોતાઓને શ્રુતના વિષયમાં ગૌરવ પેદા થાય તે રીતે કરવું જોઈએ, પણ ગમે તે રીતે નહીં, અને શ્રોતાઓને શાસ્ત્રવચનમાં હેયબુદ્ધિ થાય તે રીતે પણ નહીં. આશય એ છે કે શાસ્ત્રો સર્વજ્ઞકથિત છે અને સર્વજ્ઞ જગતના તમામ પદાર્થોને યથાર્થ જુએ છે. વળી સર્વજ્ઞ જાણે છે કે જગતના અમુક પદાર્થો કેવલજ્ઞાન પહેલાં જાણી શકાતા નથી, છતાં જગતના કેટલાક પદાર્થો છદ્મસ્થ જીવ યુક્તિથી સમજી શકે તેમ છે. આથી સર્વજ્ઞ ભગવાને શાસ્ત્રમાં બે પ્રકારના પદાર્થો બતાવ્યા છે : (૧) આજ્ઞાગ્રાહ્ય અને (૨) યુક્તિગ્રાહ્ય; અને પ્રરૂપણા કરનાર આચાર્યને પણ આગમિક પદાર્થોને આગમથી અને યૌતિક પદાર્થોને યુક્તિથી યોગ્ય શિષ્યો આગળ વ્યાખ્યાન કરવાના કહ્યા છે. આથી સ્વસમયના પ્રજ્ઞાપક ગુરુ, શ્રોતાઓને બંને પ્રકારના પદાર્થોનું વ્યાખ્યાન એ રીતે આપે, જેથી “ભગવાનના વચનરૂપ આ શ્રુત મહાગૌરવવાળું છે” એવી બુદ્ધિ શ્રોતાઓને પેદા થાય; પરંતુ જો ઉપદેશક ગુરુ આગમગ્રાહ્ય અને યુક્તિગ્રાહ્ય પદાર્થોનું ગમે તે રીતે કથન કરે, તો શ્રોતાઓને જિનવચન પ્રત્યે બહુમાન તો પેદા થાય નહીં, પણ જિનવચન પ્રત્યે હેયબુદ્ધિ થાય. માટે ગુરુ શાસ્ત્રીય પદાર્થોને ઉચિત રીતે જોડીને ઉચિત વચનો દ્વારા જણાવે, જેથી યોગ્ય જીવોને જિનશાસન મહાગૌરવવાળું ભાસિત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org