________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૧ अनालबद्धवल्लिनिवेदनेन इतरापेक्षया इतरगुर्वपेक्षया गुरोः पूजा कृता भवति तथा अनासपद्धवल्सिना નિવેદનથી સંબંધ વગરના મુમુક્ષુને સંદિષ્ટ ગુરુને સોપવાથી, ઈતર ગુરુની અપેક્ષાથી=મૂલ ગુરુથી ઈતર એવા સંદિષ્ટ ગુરુની અપેક્ષાથી, ગુરુની પૂજા કરાયેલી થાય છે. તથા ગીત રૂતિ યમેવ જે, “પર્વ માનવતા दृष्ट' इति शुभभावात् इति अनेन प्रकारेण शुभाशयोपपत्तेः चारित्रशुद्धिहेतुत्वेन शिष्यस्य श्रुतं यथार्थतया પરિજી મતિ તથા જીત છે=આ જ કલ્પ છે, “આ પ્રકારે=અનાલબદ્ધવલ્લિવાળા મુમુક્ષુનું સંદિષ્ટ ગુરુને નિવેદન કરવું એ પ્રકારે, ભગવાન વડે જોવાયું છે. આ રીતે શુભ ભાવથી=આ પ્રકાર વડે શુભઆશયની ઉપપત્તિથી, ચારિત્રની શુદ્ધિનું હેતુપણું હોવાને કારણે શિષ્યને શ્રુત યથાર્થપણારૂપે પરિણમન પામે છે. અન્યથા ન અન્યથા નહીં=શિષ્ય અનાલબદ્ધવલ્લિવાળા મુમુક્ષુનું સંદિષ્ટ ગુરુને નિવેદન ન કરે તો તેને શ્રુત યથાર્થપણારૂપે પરિણમન પામે નહીં.
રૂતિ એથી શિષ્યા મામાવ્યાનું વર્ણવ્ય શિષ્ય આભાવ્યનું દાન કરવું જોઈએ અર્થાત્ કોઈ મુમુક્ષુ પોતાનાથી ધર્મ પામીને દીક્ષા લેવા માટે તત્પર થયો હોય, અને નાલથી બંધાયેલ વલ્લિવાળો ન હોય, એવો મુમુક્ષુ આગંતુક શિષ્ય સંદિષ્ટ ગુરુને આપવો જોઈએ.
મત વ ગુરુ અતિચતનુધિયા પ્રહvi વક્તવ્ય આ કારણથી જ=આભાવ્યના દાનથી શુભ ભાવ થવાને કારણે આગંતુક શિષ્યને શ્રુત યથાર્થપણે પરિણમન પામે છે એ કારણથી જ, ગુરુએ પણ તેનું આગંતુક શિષ્ય દ્વારા અપાતા આભાવ્યનું, તેના અનુગ્રહની ધીથી=પોતાની પાસે શાસ્ત્રાભ્યાસ કરી રહ્યા છે એવા આગંતુક શિષ્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી, ગ્રહણ કરવું જોઈએ. તેનો માત્ર લોભથી નહીં પોતાની પાસે ભણતા આગંતુક શિષ્ય દ્વારા અપાતા આભાવ્યનું ગુરુએ લોભથી ગ્રહણ કરવું જોઈએ નહીં. પ્તિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથાના અંતે કહ્યું કે આગંતુક શિષ્ય ગુરુને આભાવ્યની અનુપાલના કરવી જોઈએ અર્થાત્ આગંતુક શિષ્ય પોતાની પાસે ધર્મ પામેલા નાલબદ્ધવલ્લિવાળા ન હોય એવા મુમુક્ષુઓ, પોતે જેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરી રહ્યા છે તે ગુરુને સોંપવા જોઈએ; કેમ કે તેઓને સોંપવાથી આગંતુક સાધુને નિઃસંગતા ગુણ પ્રાપ્ત થાય છે અર્થાત્ “આ મુમુક્ષુઓ મારાથી બોધ પામ્યા છે તેથી તેઓ મારા શિષ્ય બને” એવો સંગનો પરિણામ થતો નથી.
વળી, પોતાની પાસે દીક્ષા લેવા માટે તૈયાર થયેલા મુમુક્ષુઓ ગુરુને સોંપવાથી પોતે જેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરી રહ્યો છે તે ઈતર એવા સંદિષ્ટ ગુરુની અપેક્ષાએ અનાલબદ્ધ શિષ્યોને સોંપવારૂપ પૂજા કરાયેલી થાય છે. આશય એ છે કે પોતાને ભણાવનાર સંદિષ્ટ ગુરુને, “આ શિષ્ય મને આભાવ્યનું નિવેદન કરે” તેવી મનોવૃત્તિ નહીં હોવા છતાં, આગંતુક, “આ ગુરુ પાસેથી મને શ્રતની પ્રાપ્તિ થાય છે તેથી મારે તેમની ભક્તિ કરવી જોઈએ” એવી ભાવનાથી ભક્તિના નિમિત્તે આભાવ્યનું નિવેદન કરે છે, આથી ગુરુની પૂજા કરાયેલી થાય છે.
વળી, શાસ્ત્ર ભણાવનાર ગુરુને આભાવનું નિવેદન કરવું એ જ સાધુનો આચાર છે. તેથી ગુરુને આભાવ્યનું નિવેદન કરવાથી શિષ્ય દ્વારા આચારનું પાલન કરાયેલું થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org