________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૮૯-૯૯૦
આમ, બંને માર્ગાનુસારી પ્રવૃત્તિ કરનારા હોય તો આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે સુયોગ થવાથી પ્રતિપત્તિની શુદ્ધિ થાય છે, અને ત્યારે તે શિષ્ય તે ગુરુની વિધિપૂર્વક નિવેદન કરવારૂપ નિશ્રા સ્વીકારે છે.
વળી, આ ઉપસંપદા સામાચારી શ્રુત ભણવા માટે કે ચારિત્રવિશેષ ગ્રહણ કરવા માટે હોય છે, અને શ્રુતસ્કંધાદિ આગમો ગ્રહણ કરવાના વિષયમાં નિયમ છે કે “આટલો સમય શ્રુતના અધ્યયન માટે હું આપની પાસે રહીશ” એવી શિષ્ય અરિહંતાદિની સમક્ષ સ્થાપના કરે, અને સંદિષ્ટ ગુરુ પણ “હું આ શિષ્યને શ્રુતના અધ્યાપન માટે આટલો સમય મારી પાસે રાખીશ” એવી અરિહંતાદિની સમક્ષ સ્થાપના કરે. તેમાં અન્ય આચાર્યો ઉભયની સ્થાપના કરતાં પહેલાં કાયોત્સર્ગ કરવાનું કહે છે.
વળી, આગંતુક શિષ્ય ઉપસંપદા સામાચારી સ્વીકારે ત્યારથી આભાવની અનુપાલના કરે છે અર્થાત્ પોતાના કુટુંબ આદિના સંબંધથી બંધાયેલ વ્યક્તિને છોડીને બાકીના જે જીવો તેના ઉપદેશથી દીક્ષા લેવા તૈયાર થાય તે સર્વને આ સંદિષ્ટ ગુરુને સોંપે, પરંતુ પોતાના શિષ્ય બનાવે નહીં; અને ગુરુએ પણ આગંતુક શિષ્યનું સમ્યગ્ધાલન કરવું જોઈએ અર્થાત્ તેને ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધ થાય તેમ ભણાવવું જોઈએ. આ પ્રકારની આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે મર્યાદા છે.
અહીં “શિષ્યએ નાલબદ્ધવલ્લિથી વ્યતિરિક્ત આપવું જોઈએ” એ કથનથી એ કહેવું છે કે, આગંતુક શિષ્યના કુટુંબીઓ, મિત્રો વગેરે કોઈપણ સંબંધવાળા જીવો પોતાની પાસે તૈયાર થઈને દીક્ષા લેવા ઉપસ્થિત થાય તો તેઓને પોતાના શિષ્યો બનાવે, પણ તે સિવાયના બીજા મુમુક્ષુઓ પોતાની પાસે દીક્ષા લેવા માટે ઉપસ્થિત થાય તો તેઓને સંદિષ્ટ ગુરુને સોંપે, એ પ્રકારની ભગવાનની આજ્ઞા છે.
ટીકામાં કહ્યું કે “સુયોગથી પ્રતિપત્તિની શુદ્ધિ થયે છત” એ કથનનું તાત્પર્ય એ છે કે ઉપસંપદા સ્વીકારવા માટે આવેલ શિષ્ય સંદિષ્ટ ગુરુની નિશ્રામાં થોડા દિવસ રહે ત્યારે, પોતે શાસ્ત્રાનુસારી સર્વ ઉચિત ક્રિયાઓ કરતો હોય અને સંદિષ્ટ ગુરુના શિષ્યો પણ શાસ્ત્રાનુસારી સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય, તો તે ઉપસંપદા સ્વીકારનાર શિષ્ય અને ઉપસંપદા આપનાર ગુરુ એ બંનેનો સુયોગ પ્રાપ્ત થયો કહેવાય. વળી ઉપસંપદા આપનાર ગુરુના શિષ્યો કોઈક ક્રિયામાં પ્રમાદી હોય, પરંતુ આગંતુક શિષ્યની પ્રેરણા દ્વારા તેઓ માર્ગાનુસારી પ્રવૃત્તિ કરનારા થાય તોપણ આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે સુયોગ પ્રાપ્ત થયો કહેવાય. આ બંને સુયોગથી તેમની નિશ્રા સ્વીકારવા વિષયક પ્રતિપત્તિની શુદ્ધિ પ્રાપ્ત થાય; અને ક્યારેક ગુરુના શિષ્યોનું ત્રણ વખત વારણ કરવા છતાં તેઓ ભૂલના સ્વીકાર દ્વારા શુદ્ધિ ન કરે તો આગંતુક શિષ્ય ગુરુને નિવેદન કરે, અને ગુરુ પોતાના શિષ્યોને કઠોર વચનોથી વારણ કરે, તોપણ આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ એ બંનેના સુયોગથી આગંતુક શિષ્યને તે ગુરુની નિશ્રા સ્વીકારવારૂપ પ્રતિપત્તિની શુદ્ધિ થઈ કહેવાય.
વળી, ક્યારેક ઉપસંપદા આપનારા ગુરુના શિષ્યો શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરનારા હોય, પરંતુ આગંતુક શિષ્ય ઉચિત ક્રિયાઓ કરવામાં પ્રમાદી હોય તો ગુરુના શિષ્યો તેને પ્રેરણા કરે અને આગંતુક શિષ્ય ઉચિત ક્રિયાઓ કરતો થઈ જાય તો તે ગચ્છના સુયોગથી શિષ્યને પ્રતિપત્તિની શુદ્ધિ પ્રાપ્ત થાય. અને ક્યારેક આગંતુક શિષ્ય સંદિષ્ટ ગુરુના શિષ્યો દ્વારા ત્રણ વાર પ્રેરવા છતાં પ્રમાદ ન છોડે તો શિષ્યો ગુરુને કહે અને ત્યારે ગુરુ પણ પોતાના શિષ્યો કરતાં અધિક કઠોર શબ્દોથી તેનું વારણ કરે, અને જો તે વારણથી આ આગંતુક શિષ્ય વિધિઅનુસાર પ્રવૃત્તિ કરતો થઈ જાય તો પણ આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે પરસ્પર સુયોગ થવાથી આગંતુક શિષ્યને સંદિષ્ટ ગુરુની પાસે ઉપસંપદા સ્વીકારવારૂપ પ્રતિપત્તિની શુદ્ધિ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org