________________
૬૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૫ ટીકાઃ
अपि च तक एव अतिपरिणामादिक एव प्रायो मिथ्याभिनिवेशभावितमतेः सकाशात् तस्य च भावः तद्भावो-मिथ्याभिनिवेशभावोऽनादिमानिति कृत्वा जीवानां, भावनासहकारिविशेषाद्, इय-एवं मत्वा तदर्थं तद्धितायैव योग्येभ्यो विनेयेभ्यः कुर्याद् व्याख्यानं विधिनेति गाथार्थः ॥९८५॥
ટીકાઈઃ
વળી, અનાદિમાન છે–મિથ્યાભિનિવેશનો ભાવ અનાદિમાન છે, એથી કરીને મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા પાસેથી જીવોને પ્રાયઃ આ જ=અતિપરિણામોદિ જ, તેનો ભાવ=તર્ભાવ=મિથ્યાભિનિવેશનો ભાવ, થાય છે; કેમ કે ભાવના સહકારીવિશેષ છે અર્થાત્ ઉપદેશકની મિથ્યાભિનિવેશની ભાવના શ્રોતામાં મિથ્યાભિનિવેશ પેદા કરવામાં નિમિત્તવિશેષ છે. આ પ્રમાણે માનીને તેના અર્થે તેના હિત માટે જ શિષ્યના હિત માટે જ, ગુરુએ યોગ્ય વિનેયોને શિષ્યોને, વિધિપૂર્વક વ્યાખ્યાન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ : - મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા વક્તા પાસેથી શ્રોતાઓને પણ પ્રાયઃ કરીને અતિપરિણામાદિરૂપ જ મિથ્યાભિનિવેશનો ભાવ થાય છે. આશય એ છે કે અનાદિકાળથી જીવનો મિથ્યાભિનિવેશ કરવાનો સ્વભાવ છે, અને તેને કારણે જ જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. આમ છતાં ક્યારેક કંઈક યોગ્યતા પ્રગટવાને કારણે જીવ તત્ત્વસમ્મુખ થાય છે, પરંતુ ત્યારે જો તે તત્ત્વાભિમુખ બનેલ જીવને મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા ગુરુ મળી જાય, તો તે ગુરુની મિથ્યાભિનિવેશવાળી ભાવનારૂપ સહકારી વિશેષથી તે તત્ત્વાભિમુખ જીવને પણ પ્રાયઃ કરીને અતિપરિણામોદિરૂપ જ મિથ્યાભિનિવેશનો ભાવ થાય છે. આથી ગુરુ અતિપરિણામાદિ ભાવવાળા શિષ્યો પાસે છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન કરે, તો તે શિષ્યો મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા બને, અને તેઓની તે મિથ્યાભિનિવેશની ભાવનાના સહકાર વિશેષથી તે શિષ્યો પાસેથી છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન સાંભળનાર અન્ય જીવોને પણ પ્રાયઃ કરીને અતિપરિણામોદિરૂપ જ મિથ્યાભિનિવેશનો ભાવ પ્રાપ્ત થાય છે. આમ, અતિપરિણામકાદિરૂપ શિષ્યો પાસે છેદસૂત્રાદિનાં રહસ્યોનું વ્યાખ્યાન કરવાથી તે શિષ્યોનો અને પરંપરાએ તે શિષ્યોના શિષ્યોનો પણ વિનાશ થાય છે. આ પ્રમાણે જાણીને આવા શિષ્યોના હિત માટે જ ગુરુએ યોગ્ય એવા પરિણામક શિષ્યોને વિધિપૂર્વક છેદગ્રંથોનું વ્યાખ્યાન આપવું જોઈએ.
અહીં ‘પ્રયઃ' શબ્દનું એ તાત્પર્ય છે કે અતિપરિણામકાદિ શિષ્યો મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા હોય છે, તેથી તેવા શિષ્યો અન્ય જીવો પાસે છેદસૂત્રાદિના અર્થોનું કથન કરે તો, તેઓની મિથ્યાભિનિવેશની ભાવનાના સહકારીવિશેષથી તેઓ પાસે વ્યાખ્યાન સાંભળનારાઓને પણ પ્રાયઃ અતિપરિણામ કે અપરિણામવાળો મિથ્યા અભિનિવેશનો ભાવ થાય છે અર્થાત્ વક્તા જે દિશા તરફ પંક્તિનો અર્થ લઈ જાય છે તે જ પ્રમાણે શ્રોતાને પણ તે અર્થ દેખાય છે. તેના કારણે વક્તા અતિપરિણામક હોય તો શ્રોતા પણ બહુલતાએ અતિપરિણામક બને છે, અને વક્તા અપરિણામક હોય તો શ્રોતા પણ તેનો ઉપદેશ સાંભળીને બહુલતાએ અપરિણામક બને છે, જે અતિપરિણામકતા કે અપરિણામકતા મિથ્યાભિનિવેશનો ભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org