________________
૫૦
અનુયોગગણાનુજ્ઞાવતુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૦૦-૯૦૮ ભાવાર્થ :
હઢ નામની વનસ્પતિવિશેષનો સ્વભાવ કાદવ સાથે ગાઢ સંશ્લેષ પામવાનો નથી, તેથી તે વનસ્પતિને કાદવમાંથી બહાર કાઢવા માટે બહુ મહેનત પડતી નથી, પરંતુ સહેલાઈથી છૂટી પડી જાય છે. એ રીતે ધર્માર્થી જીવોને પણ પ્રમાદ અનાદિભવઅભ્યસ્ત હોવાને કારણે ક્યારેક આ લોકના દષ્ટ અર્થમાં રાગાદિનો પરિણામ થઈ જાય તોપણ, ગુરુના ઉપદેશથી કે શાસ્ત્રવચનના શ્રવણથી તેઓ તે રાગાદિના પરિણામથી સુખે કરીને છૂટા પડી જાય છે.
આશય એ છે કે દાર્થ એવી બાહ્ય સામગ્રીઓ જોઈને ક્વચિત્ આરાધક જીવોને પણ રાગાદિના ભાવો થવાની સંભાવના છે; કેમ કે અનાદિકાળથી જીવે પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં રાગાદિ ભાવો કર્યા છે. તેથી તેવા કોઈ નિમિત્તને પામીને જીવનો સંવેગનો પરિણામ જીવંત ન હોય પણ પ્લાન થયેલો હોય ત્યારે, ભૌતિક પદાર્થોમાં તે જીવને મોહનો પરિણામ થાય છે; છતાં ધર્માર્થી જીવો પાપભીરુ હોવાથી તે પ્રકારના ઉપદેશાદિને પામીને મોહના પરિણામથી સહેલાઈથી નિવર્તન પામે છે.
પરંતુ જે જીવો માત્ર મધ્યસ્થ અને બુદ્ધિયુક્ત ગુણવાળા હોય, છતાં ધર્માર્થી ગુણવાળા ન હોય, તેઓ શાસ્ત્રના પદાર્થોનો યથાર્થ બોધ કરી શકતા હોવા છતાં, પાપભીરુ નહીં હોવાથી, ક્યારેક તેઓને આ લોકના ભૌતિક પદાર્થોમાં રાગાદિના પરિણામો થાય ત્યારે, પરલોકની ઉપેક્ષા કરીને દષ્ટ એવા ઐહિક સુખોમાં પ્રતિબંધ રાખે છે, જેના કારણે તેઓ આત્મહિત સાધી શકતા નથી. આથી પરલોકભીરુતા ન હોય તો શાસ્ત્રના અર્થો સાંભળવા છતાં પણ તેવા જીવો પોતાનો ઉપકાર કરી શકતા નથી, પરંતુ જેઓ ધર્માર્થી ગુણવાળા હોય અર્થાત્ પરલોકભીરુ હોય, તેઓને ક્યારેક ભૌતિક પદાર્થોમાં મોહનો પરિણામ થાય તો પણ ગુરુના ઉપદેશાદિથી તેઓ નિવર્તન પામે છે. તેથી તેવા જીવોને શાસ્ત્રોનો બોધ પણ સંવેગવૃદ્ધિનું કારણ બને છે. આથી સિદ્ધાંતના શ્રવણ માટે ધર્માર્થી ગુણ પણ આવશ્યક છે. ૯૭૭થી
અવતરણિકા :
ગાથા ૯૭૪માં સિદ્ધાંત સાંભળવા માટે યોગ્ય શિષ્યોના ગુણો બતાવતાં સૂત્રવિશેષને આશ્રયીને પ્રાપ્તાદિ જીવોને યોગ્ય કહ્યા. ત્યાં પ્રાપ્ત' શબ્દથી કેવા જીવોને ગ્રહણ કરવાના છે? તે બતાવે છે –
ગાથા :
पत्तो अ कप्पिओ इह सो पुण आवस्सगाइसुत्तस्स ।
जा सूअगडं ता जं जेणाधीअं ति तस्सेव ॥९७८॥ અન્વયાર્થ :
રૂદ =અને અહીં સિદ્ધાંતશ્રવણના વિષયમાં, પત્તો પ્રિમો પ્રાપ્ત કલ્પિક છે. તો પુOT=વળી તે=કલ્પિક, સવિસ્ત+ફિયુત્તરસ આવશ્યકાદિ સૂત્રનો હોય છે. ના સૂવુિં યાવતું સૂત્રકૃત છે=આવશ્યક સૂત્રથી માંડીને જયાં સુધી સૂત્રકૃતાંગ છે, તા ત્યાં સુધી ને ગં નથi-જેના વડે જે ભણાયું, તરસેવ=તેનો જ–તે આવશ્યકાદિ સૂત્રનો જ, (તે કલ્પિક છે.) * “તિ' પાદપૂર્તિ અર્થમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org