________________
૪૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૦-૯૦૦
વળી, બુદ્ધિમાન જીવો શાસ્ત્રીય પદાર્થમાં રહેલ સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોની સમ્યફ પરીક્ષા કરીને જે રીતે તે પદાર્થો કષ-છેદ-તાપથી શુદ્ધ જણાય, તે રીતે તેમને સ્વીકારે છે, જેથી તે પદાર્થો સર્વજ્ઞ કહ્યા છે તે રીતે જ પોતાને પરિણમન પામે; જ્યારે બુદ્ધિરહિત જીવો શાસ્ત્રપદાર્થોને કેવલ સામાન્યથી સમજે છે. તેઓ પદાર્થોના પારમાર્થિક અર્થને વિચારી શકતા નથી, જેના કારણે પોતે સ્વીકારેલ અર્થોમાં ક્વચિત્ સૂક્ષ્મ કે બાદર દોષ આવતો હોય તો પણ તેઓને ખ્યાલ આવતો નથી; અને આમ થવાથી કષ-છેદ-તાપથી પરિપૂર્ણ શુદ્ધ પણ સર્વજ્ઞનું વચન, તેવા બુદ્ધિરહિત જીવોએ કરેલા અર્થ મુજબ કષ-છેદ-તાપથી અશુદ્ધ પ્રાપ્ત થાય છે.
વળી, શાસ્ત્રનાં વચનો સર્વજ્ઞકથિત હોવાથી કષ-છેદ-તાપથી શુદ્ધ જ છે, છતાં બુદ્ધિયુક્ત જીવો પોતાની પ્રજ્ઞાથી સર્વજ્ઞવચનનો કયો અર્થ કરવાથી તે કષ-છેદ-તાપથી શુદ્ધ પ્રાપ્ત થશે ? તે યથાર્થ સમજી શકે છે. આથી શાસ્ત્રના અર્થો ભણવા માટે જેમ મધ્યસ્થતા જરૂરી છે, તેમ બુદ્ધિયુક્તતા પણ જરૂરી છે. ll૯૭૬ll અવતરણિકા:
ગાથા ૯૭૪માં સિદ્ધાંતના શ્રવણને યોગ્ય શિષ્યોના ગુણો બતાવ્યા. તેમાંથી “મધ્યસ્થ” અને બુદ્ધિયુક્ત” એ બે ગુણોનું કાર્ય બતાવ્યું. હવે ધર્માર્થી” એ પ્રકારના ત્રીજા ગુણનું કાર્ય બતાવે છે –
ગાથા :
धम्मत्थी दिद्रुत्थे हढो व्व पंकम्मि अपडिबंधाउ ।
उत्तारिज्जति सुहं धन्ना अन्नाणसलिलाओ ॥९७७॥ અન્વયાર્થ :
પંપ દો ત્ર=પંકમાં હઢની જેમ પવિંથા =અપ્રતિબંધને કારણે થન્ના થHસ્થ= ધન્ય એવા ધર્માર્થીઓ વિઠ્ઠલ્થ-દાર્થમાં મન્નાન્નિત્નો-અજ્ઞાનરૂપી સલિલથી સુહંસુખે સત્તાન્નિતિ ઉતારાય છે. ગાથાર્થ :
જેમ હટ નામની વનસ્પતિ અપ્રતિબંધ હોવાને કારણે કાદવમાંથી સુખે કરીને જુદી કરી શકાય છે, તેમ ધન્ય એવા ધર્માર્થી જીવો અપ્રતિબંધ હોવાને કારણે દૃષ્ટ અર્થમાં અજ્ઞાનરૂપી પાણીથી સુખે કરીને જુદા કરી શકાય છે. ટીકા : ___ धार्थिनः प्राणिनः दृष्टार्थे-ऐहिके हढ इव वनस्पतिविशेषः पङ्के अप्रतिबन्धात् कारणाद् उत्तार्यन्ते= पृथक् क्रियन्ते सुखं धन्या:=पुण्यभाजः, कुतः ? अज्ञानसलिलात्=मोहादिति गाथार्थः ॥९७७॥ ટીકાર્ય : - પંકમાં કાદવમાં, વનસ્પતિવિશેષરૂપ હઢની જેમ, અપ્રતિબંધરૂપ કારણથી ધન્ય-પુણ્યને ભજનારા, એવા ધર્માર્થી પ્રાણીઓ ઐહિક એવા દેષ્ટ અર્થમાં આ લોકસંબંધી દેખાતા પદાર્થમાં, સુખે સહેલાઈથી, ઉતારાય છે–પૃથફ કરાય છે; શેનાથી? તેથી કહે છે – અજ્ઞાનરૂપી સલિલથી=મોહથી, પૃથફ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org