________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૦૧ અવતરણિકા :
પૂર્વગાથાના અંતે કહ્યું કે તે રીતે યત્ન કરવો જોઈએ કે જેથી જિનવચનના પ્રયોગ દ્વારા કેવલજ્ઞાન થાય. તેથી જિનવચનનો સમ્યગુ પ્રયોગ કેવલજ્ઞાનનું કારણ કઈ રીતે બને છે? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
परमो अ एस हेऊ केवलनाणस्स अन्नपाणीणं ।
मोहावणयणओ तह संवेगाइसयभावेणं ॥९७१॥ અન્વયાર્થ :
તદન સંવેકાફિયમાવેvi અને તે પ્રકારે સંવેગના અતિશયના ભાવને કારણે અન્નપછી અન્ય પ્રાણીઓના મોઢાવાયUTગો-મોહનું અપનયન થવાથી પસઆકજિનવચનનો પ્રયોગ, વસ્ત્રના પરમો હેક-કેવલજ્ઞાનનો પરમ હેતુ છે. ગાથાર્થ :
અને તે પ્રકારે સંવેગનો અતિશય થવાને કારણે અન્ય જીવોનો મોહ દૂર થવાથી જિનવચનનો પ્રયોગ કેવલજ્ઞાનનું પરમ કારણ બને છે. ટીકાઃ
परमश्चैषः जिनवचनप्रयोगः हेतुः केवलज्ञानस्य अवन्ध्य इत्यर्थः, कुत इत्याह-अन्यप्राणिनां मोहापनयनात् परार्थकरणात् तथासंवेगातिशयभावेन उभयोरपीति गाथार्थः ॥९७१॥ ટીકાર્ય :
અને આ જિનવચનનો પ્રયોગ, કેવલજ્ઞાનનો પરમ=અવંધ્ય, હેતુ છે. ક્યા કારણથી ? એથી કહે છે – ઉભયના પણ તે પ્રકારે સંવેગના અતિશયના ભાવથી જે પ્રકારે શ્રોતાની યોગ્યતા હોય તે પ્રકારે શ્રોતાને સંવેગનો પ્રકર્ષ થવાથી અને જે પ્રકારે વક્તાનો નિરાશંસ ભાવમાં યત્ન હોય તે પ્રકારે વક્તાને સંવેગનો પ્રકર્ષ થવાથી, અન્ય પ્રાણીઓના મોહના અપનયનરૂપ પરાર્થકરણને કારણે બીજા જીવોનો મોહ દૂર થવારૂપ પરોપકાર થવાને કારણે, જિનવચનનો પ્રયોગ કેવલજ્ઞાનનો પરમ હેતુ છે, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગુરુ પાસેથી અનુયોગની અનુજ્ઞા મેળવ્યા પછી નૂતન આચાર્ય અપ્રમાદભાવથી યોગ્ય જીવોને શાસ્ત્રવચનાનુસારે જિનવચનનો બોધ કરાવે છે, ત્યારે આચાર્યની દેશના સાંભળીને શ્રોતાની યોગ્યતા પ્રમાણે શ્રોતાને સંવેગ પેદા થાય છે. તેથી જે જે શ્રોતાની જેવી જેવી યોગ્યતા હોય તેવો તેવો તેને સંવેગનો અતિશય થાય છે; અને શ્રોતાને જેવો જેવો સંવેગનો અતિશય થાય તે પ્રમાણે શ્રોતાના મોહનું અપનયન થવાથી ઉપદેશકની પ્રવૃત્તિથી પરોપકાર થાય છે, જે પરોપકાર કેવલજ્ઞાનનું અવંધ્ય કારણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org