________________
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૪૦-૯૪૮ ટીકાર્ય
જેમ જેમ સાધુ શ્રવણમાત્રથી બહુશ્રુત છે, અને તેવા પ્રકારના લોકનેત્રમુગ્ધ લોકને, સંમત છે, અને શિષ્યગણથી સંપરિવૃત છે બહુમૂઢના પરિવારવાળા છે, કેમ કે અમૂઢોનું તેવા પ્રકારના ગુરુનું અપરિગ્રહણ છે=મુગ્ધ ન હોય તેવા જીવો અજ્ઞ એવા અગીતાર્થ ગુરુને સ્વીકારતા નથી, અને સમયમાં સિદ્ધાંતમાં, અવિનિશ્ચિત છે=અજ્ઞાતતત્ત્વવાળા છે; તેમ તેમ આ આ અગીતાર્થ સાધુ, વસ્તુસ્થિતિથી-વાસ્તવિક રીતે, સિદ્ધાંતના પ્રત્યેનીક છેઃસિદ્ધાંતના વિનાશક છે; કેમ કે તેના લાઘવનું આપાદન થાય છે=સિદ્ધાંતની લઘુતાનું કારણ થાય છે, અર્થાત્ આવા અજ્ઞ સાધુ જિનશાસનનું લાઘવ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૯૩૪થી ૯૪૬માં વર્ણન કર્યું તે કારણથી, કાળને ઉચિત સૂત્રો અને અર્થોના વિષયમાં જાણેલ તત્ત્વવાળા સાધુને જ અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ; પરંતુ ગુરુ પાસેથી કાલોચિત સૂત્રાર્થો સાંભળી લીધા હોય, છતાં તે સૂત્રાર્થોના પરમાર્થને જાણતા ન હોય, તેવા સાધુને ગુરુએ આચાર્યપદે સ્થાપવારૂપ અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ નહિ. તેમાં સાક્ષીરૂપે ગ્રંથકારશ્રી આચાર્ય સિદ્ધસેનદિવાકરસૂરિથી રચિત “સંમતિતર્ક' ગ્રંથની ગાથા બતાવે છે –
જે સાધુ સૂત્રાર્થો સાંભળવા માત્રથી જ બહુશ્રુતવાળા હોય, મુગ્ધ લોકોને “આ જૈનાચાર્ય છે” એ પ્રમાણે સંમત હોય, અવિચારક એવા મૂઢ શિષ્યોના પરિવારથી સારી રીતે પરિવરેલા હોય, અને સિદ્ધાંતના તત્ત્વને રર્થાતુ શાસ્ત્રના ઔદંપર્યને, જાણતા ન હોય; તેવા સાધુ જેમ જેમ લોકમાં વધારે ને વધારે સંમત થતા જાય છે, તેમ તેમ અધિક અધિક સિદ્ધાંતનો વિનાશ કરનાર બને છે. વળી તેવા સાધુનો શિષ્યસમુદાય જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ તે સાધુ યોગ્ય જીવોને વિપરીત બોધ કરાવીને ભગવાનના શાસનનો નાશ કરે છે; કેમ કે તે સાધુ શાસ્ત્રનું અધ્યયન કરીને બહુશ્રુત થયા નથી, તેથી વ્યાખ્યાનાદિમાં કુશળ નથી; પરંતુ તે સાધુ શાસ્ત્રનું શ્રવણમાત્ર કરીને બહુશ્રુત થયા, તેથી જ યથા તથા પ્રરૂપણા કરીને મુગ્ધ લોકોને સંમત થયા છે, અને ઘણા લોકોને સંમત થવાને કારણે જ મુગ્ધ લોકો સંયમ ગ્રહણ કરીને, સંયમનાં કષ્ટો વેઠીને અહિત સાધે છે, અને આવા અજ્ઞ આચાર્યની અને તેના મુગ્ધ શિષ્યોની સંયમની આચરણાઓથી શાસન હાલના પામે છે. કેવલ સ્થૂલદૃષ્ટિથી લોકમાં શાસનનો પ્રભાવ દેખાય છે, પરંતુ બુદ્ધિમાન વિચારકોને તત્ત્વથી જિનશાસન અસાર જણાય છે; કેમ કે પોતે અજ્ઞ હોવાને કારણે શાસ્ત્રના પદાર્થોની જેમ તેમ પ્રરૂપણા કરીને વિદ્વાન લોકો આગળ જિનશાસનની લઘુતા કરે છે. આથી આવા અગીતાર્થ આચાર્યને સિદ્ધાંતના શત્રુ કહેલ છે.
ટીકામાં “શિષ્યગણથી સંપરિવૃત”નો અર્થ “બહુમૂઢના પરિવારવાળો” એ પ્રમાણે કર્યો. ત્યાં પ્રશ્ન થાય કે આવો અર્થ કરવાનું કારણ શું? તેથી કહે છે કે અમૂઢ લોકો તેવા પ્રકારના ગુરુનું પરિગ્રહણ નહીં કરતા હોવાથી શ્રવણમાત્રથી બહુશ્રુતવાળા આચાર્ય બહુમૂઢ શિષ્યોના પરિવારવાળા હોય છે.
આશય એ છે કે પરમાર્થ જાણવામાં મૂઢ લોકો જ શ્રવણમાત્રથી બહુશ્રુતવાળા અર્ધ વિદ્વાન આચાર્યને ગીતાર્થ સમજીને તેમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે; જ્યારે અમૂઢ એવા વિચારકે લોકો તો શાસ્ત્રવચનાનુસાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org