________________
૨૩૫
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૧-૧૦૯૨ ભોક્તા છે એમ મનાય નહીં, પરંતુ તે આત્મા જે ક્ષણમાં કર્તા છે તે ક્ષણમાં જ ભોક્તા પણ છે એમ માનવું પડે. પણ તેમ માનવામાં અનુભવ સાથે વિરોધ થાય છે; કેમ કે દરેક જીવ પ્રથમ પ્રવૃત્તિ કરે છે અને પછી તે પ્રવૃત્તિનું ફળ ભોગવે છે. આથી આત્માને ભિન્ન ક્ષણમાં કર્તા અને ભિન્ન ક્ષણમાં ભોક્તા માનવો હોય તો આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય ધર્મવાળો માનવો પડે.
અથવા આત્મા એકાંતે નિત્ય હોય તો જે આત્મા અકર્તા-અભોક્તારૂપ અનુભય સ્વભાવવાળો હોય તે આત્મા સદા કર્તા-ભોક્તાના ભાવરહિત સ્થિર એક સ્વભાવવાળો જ રહેવો જોઈએ; પરંતુ તેમ માનીએ તો જીવ કર્મનો કર્તા છે, કર્મના ફળનો ભોક્તા છે, જીવ સાધના દ્વારા કર્મથી મુક્ત થાય છે, એ સર્વ કથન સંગત થાય નહીં. આથી આ સર્વ કથનને સંગત કરવું હોય તો આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માનવો પડે.
આ રીતે આત્માને એકાંતે અનિત્ય એક સ્વભાવવાળો સ્વીકારીએ અર્થાત્ સર્વથા ક્ષણિકવાદ સ્વીકારીએ, તોપણ જીવ પ્રથમ કર્તા છે, પછી ભોક્તા છે એ સંગત થાય નહીં, પરંતુ જીવ જે ક્ષણમાં વિદ્યમાન છે તે ક્ષણમાં તે જીવ કર્તા હોય તો કર્તા રહે, અથવા ભોક્તા હોય તો ભોક્તા રહે, અથવા કર્તા-ભોક્તા હોય તો કર્તા-ભોક્તા રહે, અથવા કર્તા-ભોક્તા ન હોય તો તે જીવમાં કર્તા-ભોક્તારૂપ સ્વભાવનો અભાવ રહે; કેમ કે સર્વથા ક્ષણિકવાદમાં ઉત્પત્તિની ઉત્તર ક્ષણમાં જીવનો અભાવ થતો હોવાથી જીવ પૂર્વ ક્ષણોમાં કૃત્ય કરે છે અને ઉત્તર ક્ષણોમાં તે કૃત્યના ફળને ભોગવે છે, એવા પ્રકારનો અનુભવ એકાંત અનિત્યપક્ષમાં પણ સંગત થાય નહીં. આથી આવો અનુભવ સંગત કરવો હોય તો આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત અનિત્ય ધર્મવાળો માનવો પડે. I/૧૦૯૧/l
અવતરણિકા :
एतदेव भावयति -
અવતરણિકાર્ય :
આને જ ભાવન કરે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આત્માને નિત્ય અને અનિત્ય ધર્મવાળો સ્વીકારીએ તો સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે, એનું જ ભાવન કરે છે –
ગાથા :
वेएइ जुवाणकयं वुड्डो चोराइफलमिहं कोई ।
ण य सो तओ ण अन्नो पच्चक्खाईपसिद्धीओ ॥१०९२॥ અન્વયાર્થ :
રૂદં અહીં=સંસારમાં, સુવાક્ય વોરારૂત્તે યુવાનકૃત ચૌર્યાદિનું ફળ મેરું યુઠ્ઠો કોઈ વૃદ્ધ વેપડ્રવેદે છે=ભોગવે છે, અવ્યવસ્થાપસિદ્ધી અને પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિ હોવાથી તો આ (વૃદ્ધ) તો તેનાથી= યુવાનથી, કન્નો T UT=અન્ય નથી (એમ) નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org