________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૮૩-૧૦૮૪
૨૧૭
અહીં વિશેષ એ છે કે જો જીવને પોતાના સ્વરૂપે સત્ અને બીજાના સ્વરૂપે પણ સત્ સ્વીકારવામાં આવે, તો જેમ પોતાને થતા સુખાદિનો પોતાને અનુભવ થાય છે, તેમ બીજાને થતા સુખાદિનો પણ પોતાને અનુભવ થવો જોઈએ; કેમ કે વિવક્ષિત જીવ જેમ પોતાના સ્વરૂપે છે, તેમ બીજાના સ્વરૂપે પણ છે. તેથી તે જીવને પોતામાં વર્તતા ભાવોની જેમ બીજામાં વર્તતા ભાવોનો પણ અનુભવ થવો જોઈએ, અને આમ સ્વીકારીએ તો તે જીવને પોતાના અને બીજાના સુખાદિનો પણ અનુભવ થાય; પરંતુ જે પ્રકારે સંસારી જીવો પોતે અનુભવે છે, તે પ્રકારે માત્ર પોતાને અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિનો અનુભવ થાય નહીં.
વસ્તુતઃ દરેક જીવને પોતામાં વર્તતા સુખાદિ ભાવોનો પોતાને અનુભવ થાય છે, પણ બીજામાં વર્તતા સુખાદિ ભાવોનો પોતાને અનુભવ થતો નથી. આથી સર્વ જીવો પોતામાં વર્તતા ભાવોથી સત્ છે, અને બીજામાં વર્તતા ભાવોથી અસત્ છે, એમ માનવું ઉચિત છે.
વળી, જો આત્માને એકાંતે નિત્યાદિ ધર્મવાળો સ્વીકારીએ તો, શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ભાવો પણ ઘટે નહીં. આથી આત્માને દ્રવ્યથી નિત્ય, પર્યાયથી અનિત્ય; કથંચિત્ કર્મથી ભિન્ન, કથંચિત્ કર્મથી અભિન્ન એવા ધર્મોવાળો સ્વીકારવામાં આવે, તો શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ સર્વ ભાવો ઘટી શકે, જેનું વિસ્તૃત વર્ણન સ્વયં ગ્રંથકાર આગળમાં કરવાના છે. ૧૦૮૩
અવતરણિકા :
एतदेवाह -
–
અવતરણિકાર્ય :
આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં તાપશુદ્ધ આગમમાં ઉદાહરણ બતાવતાં કહ્યું કે જીવને સદ્-અસદ્ રૂપ અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મોવાળો સ્વીકારીએ તો જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ, અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, અન્યથા નહીં. એને જ ગાથા ૧૧૧૦ સુધી કહે છે
ગાથા :
संतस्स सरूवेणं पररूवेणं तहा असंतस्स । हंदि विसिवृत्तणओ होंति विसिट्टा सुहाई
Jain Education International
અન્વયાર્થઃ
રૂવેળ અંતસ્ત્ર-સ્વરૂપથી સત્ત્નું તહા=અને પરવેનું અસંતÇ=૫૨રૂપથી અસનું વિત્તિgત્તળોવિશિષ્ટત્વ હોવાથી=પરસ્વરૂપના અસત્ત્વથી વિશિષ્ટ એવું સ્વસ્વરૂપનું સત્ત્વ હોવાથી, વિસિટ્ટા-વિશિષ્ટ=પોતાને જે પ્રકારે અનુભવાઈ રહ્યા છે તેવા પ્રકારના વિશિષ્ટ, સુહાસુખાદિ હ્રૌંતિ-થાય છે.
* ‘હઁર્િ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે.
ગાથાર્થઃ
પોતાના રૂપે સત્ અને બીજાના રૂપે અસત્ એવા જીવનું વિશિષ્ટપણું હોવાથી પોતાને અનુભવાઈ રહ્યા છે તે પ્રકારના વિશિષ્ટ સુખાદિ થાય છે.
॥१०८४॥
For Personal & Private Use Only
www.jainelibrary.org