________________
૨૧૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૩
* “મુરબ્રાય:'માં ‘માર' પદથી દુઃખ, હર્ષ, શોકાદિ ભાવોનું ગ્રહણ કરવું. * “વચાર:''માં ‘આ’ પદથી મોઢા, કર્તા, ભોક્તાનું ગ્રહણ કરવું. ટીકાર્ય :
તાપશુદ્ધ આગમમાં જીવાજીવાદિનું કેવું વર્ણન હોય? તે બતાવવા માટે યથાથી. ઉદાહરણ આપે છે –
સ્વરૂપ અને પરરૂપથી સત્-અસત્ રૂપ જીવ હોતે છતે, અને દ્રવ્ય-પર્યાયથી અભિધેય પરિણામાદિની અપેક્ષાથી નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો હોતે છતે=દ્રવ્યથી અભિધેય એવા પરિણામની દૃષ્ટિથી નિત્ય ધર્મવાળો અને પર્યાયથી અભિધેય એવા પરિણામની દૃષ્ટિથી અનિત્ય ધર્મવાળો જીવ હોતે છતે, સુખબંધાદિ અનુભૂયમાનરૂપવાળા સુખાદિ-અભ્યપગત એવા બંધાદિ=જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળા સુખદુઃખ વગેરે અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધ-મોક્ષ વગેરે, ઘટે છે. અન્યથા=અન્ય પ્રકાર વડે, નિયમથી ઘટતા નથી, અર્થાતુ એકાંતે સ પ્રકાર વડે કે એકાંતે અસદ્ પ્રકાર વડે, અથવા એકાંતે નિત્ય પ્રકાર વડે કે એકાંતે અનિત્ય પ્રકાર વડે જીવ હોતે છતે, નિયમથી સુખ-બંધાદિ ઘટતા નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જીવદ્રવ્ય પોતાના સ્વરૂપે સત્ છે અને બીજાના સ્વરૂપે અસત્ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવદ્રવ્યમાં વર્તતા ભાવારૂપે જીવ સત્ છે અને જીવદ્રવ્યથી અન્ય દ્રવ્યમાં વર્તતા ભાવારૂપે જીવ અસત્ છે. આથી જીવ સ્વરૂપે સત્ છે અને પરરૂપે અસત્ છે.
વળી, દ્રવ્યથી અભિધેય એવા પરિણામની અપેક્ષાએ જીવદ્રવ્યનો વિચાર કરીએ તો, જીવ નિત્ય છે; કેમ કે દ્રવ્યથી અભિધેય એવો પરિણામ અર્થાત્ “હું છું હું છું” એ પ્રકારના પોતાના અસ્તિત્વનો પરિણામ, જીવમાં સદા એક સરખો વર્તે છે; અને પર્યાયથી અભિધેય એવા પરિણામની અપેક્ષાએ જીવદ્રવ્યનો વિચાર કરીએ તો, જીવ અનિત્ય છે; કેમ કે પર્યાયથી અભિધેય એવો પરિણામ અર્થાત્ “પૂર્વે હું બાલ હતો, હવે યુવાન છું” એ પ્રકારની પ્રતીતિનો નિયામક એવો પરિણામ, જીવમાં સદા ભિન્ન ભિન્ન વર્તે છે.
વળી, વ્યવહારનયથી અભિધેય એવા પરિણામની અપેક્ષાએ જીવદ્રવ્યનો વિચાર કરીએ તો, દેહ અને કર્મ સાથે જીવનો કથંચિત્ એકત્વભાવ વર્તે છે. તેથી વ્યવહારનયથી અભિધેય એવો જીવમાં વર્તતો પરિણામ જીવને દેહ અને કર્મથી અભિન્ન બતાવે છે; અને નિશ્ચયનયથી અભિધેય એવા પરિણામની અપેક્ષાએ જીવદ્રવ્યનો વિચાર કરીએ તો, જીવદ્રવ્ય પોતે દેહ નથી કે કર્મ નથી, પરંતુ જીવ જીવ જ છે; તેમ કર્મ પોતે જીવદ્રવ્ય નથી, પરંતુ કર્મ કર્મ જ છે; અને દેહ પોતે જીવદ્રવ્ય નથી, પરંતુ દેહ દેહ જ છે. તેથી એક ક્ષેત્રમાં દેહ અને કર્મ સાથે અણુ-તણુરૂપે જોડાયેલા પણ જીવમાં વર્તતો નિશ્ચયનયથી અભિધેય એવો પરિણામ દેહને, કર્મને અને જીવને પૃથફ પૃથફ બતાવે છે.
આ રીતે જીવને સદ્અસદ્ રૂપ અને નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મવાળો માનીએ તો, જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળા સુખ-દુઃખાદિ ભાવો ઘટે છે, અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધ-મોક્ષાદિ ભાવો પણ ઘટે છે; પરંતુ જો જીવને એકાંતે સત્ કે એકાંતે અસતુ, અથવા એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વગેરે ધર્મવાળો માનીએ તો, જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ ભાવો અને શાસ્ત્રમાં બતાવાયેલા બંધાદિ ભાવો નક્કી જીવમાં ઘટે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org