________________
૨૧૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૯-૧૦૮૦ ટીકાર્ય :
જે પ્રમાણે દેવોના સંગીતાદિન નિમિત્તે યતિનો પ્રવ્રજિતનો, ઉદ્યમ. તેમાં ચોથી સાક્ષીપાઠ આપે છે –
રાવણવાદ્યથી સંગીત દ્વારા દેવને પ્રીતિ થાય છે. આથી તેની પ્રીતિ અર્થે=દેવને ખુશ કરવા માટે, ત્યાં=રાવણવાદ્યથી સંગીત કરવામાં, યતિએ વિશેષથી યત્ન કરવો જોઈએ.”
તથા ભ્રકુટિના પાદિ દ્વારા કંદર્પાદિનું કરવું, અને “બ્રહ્મઘાતક હું છું” ઇત્યાદિ અસભ્ય વચનનું બોલવું, આ રીતેકંદર્પાદિ કરીએ અને અસભ્ય વચન બોલીએ એ રીતે, ખરેખર તેના વેદનીયકર્મનો ક્ષય થાય છે=કંદર્પાદિ કરીને ભોગવવા યોગ્ય કર્મ અને અસભ્ય વચનો બોલીને ભોગવવા યોગ્ય કર્મનો નાશ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
તથા અન્ય ધાર્મિકોનો=તીર્થાતરીયોનો=અન્યદર્શનવાળા જીવોનો, ઉચ્છેદ=વિનાશ. તેમાં થોથી સાક્ષીપાઠ આપે છે –
વિષ્ણુ વડે અસુરોની જેમ અન્ય ધર્મમાં રહેલા સત્ત્વો જીવો, ઉચ્છેદ કરવા યોગ્ય છે. ખરેખર તેઓના=અન્ય ધર્મમાં રહેલા જીવોના, વધમાં દોષ થતો નથી.” “રૂતિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
તથા ગૃહમાં જ=ગૃહસ્થના ઘરમાં જ, તેના અનુગ્રહ માટે=ગૃહસ્થના ઉપકાર માટે, યતિએ એક અન્નવાળું ભોજન કરવું જોઈએ, અને આeગૃહસ્થના ઘરમાં એક અન્નનું ભોજન કરવું એ, પ્રકૃષ્ટ ઇન્દ્રિયના જય માટે અસિધાર વગેરે છે.
આ સંગીતાદિ નિમિત્તે ઉદ્યમ વગેરે બતાવ્યા એ, બાહ્ય અનુષ્ઠાન પાપ છે અશોભન છે, કેમ કે પાપનું હેતુપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જેમ કેટલાક દર્શનવાળા કહે છે કે “રાવણ નામના વાજિંત્રથી સંગીત વગાડીએ તો દેવતાને પ્રીતિ થાય છે, આથી સાધુએ દેવતાની પ્રીતિ માટે રાવણ વાજિંત્રથી સંગીત વગાડવામાં ઉદ્યમ કરવો જોઈએ.” પરંતુ તેમના દર્શનમાં બતાવેલ આવું અનુષ્ઠાન વિધિ-નિષેધનું પોષક નથી, પણ સાધુની પ્રમત્તતાનું વર્ધક છે. માટે આ પ્રમાણે કહેનારું આગમ છેદશુદ્ધ નથી.
વળી, કેટલાક દર્શનકારો કહે છે કે ભૂક્ષેપાદિ દ્વારા કંદર્પાર્દિ ક્રીડાઓ કરવી જોઈએ; કેમ કે તેવી ક્રીડાઓ કરવાથી, તે તે ક્રીડાથી વેદન કરવા યોગ્ય કર્મોનો ક્ષય થાય છે. વળી કહે છે, પોતાના આત્માની શુદ્ધિ માટે “હું બ્રહ્મઘાતક છું, હું ક્રૂર છું,” વગેરે અસભ્ય વચનો બોલવાં જોઈએ; કેમ કે તેમ બોલવાથી તેવા વચનપ્રયોગોથી વેદન કરવા યોગ્ય કર્મોનો ક્ષય થાય છે. વસ્તુતઃ કંદર્પાદિ કરવાથી પ્રમાદની વૃદ્ધિ થાય છે અને અસભ્ય વચનો બોલવાથી જૂઠું બોલવાની પ્રકૃતિ પડે છે. તેથી આવા પ્રકારનાં અનુષ્ઠાન વિધિનિષેધનાં પોષક બનતાં નથી. માટે આ પ્રમાણે કહેનારું આગમ છેદશુદ્ધ નથી.
વળી, કેટલાક દર્શનકારો કહે છે કે અન્ય દર્શનવાળા જીવોનો નાશ કરવામાં પાપ નથી, અને તેમાં સાક્ષી આપે છે કે જેમ વિષ્ણુએ દુષ્ટ એવા અસુરોનો નાશ કર્યો, તેમ અન્ય દર્શનવાળા જીવોનો નાશ કરવો જોઈએ, તેઓના નાશમાં કોઈ દોષ નથી. આવું અનુષ્ઠાન વિધિ-નિષેધને પોષનાર નથી પણ મલિન કરનાર છે. માટે આ પ્રમાણે કહેનારું આગમ છેદશુદ્ધ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org