________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪
૧૮૫
અન્વયાર્થ :
પત્થ અહીં=જીવમાં, નિવયUThવ તત્તજિનવચન જ તત્ત્વ છે, (એ પ્રકારની) રુચિ ત્રમત્તે દોડું દ્રવ્યસમ્યત્ત્વ છે. નમાવUTUrદ્ધાપરિયુદ્ધ યથાભાવવાળા જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ એવું મવિસમાંeભાવસમ્યક્ત છે. ગાથાર્થ :
જીવમાં “જિનવચન જ તત્ત્વ છે,’ એ પ્રકારની રુચિ એ દ્રવ્યસખ્યત્વ છે, અને “ચથાભાવવાળા જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ' એવું ભાવસભ્યત્ત્વ છે. ટીકાઃ
'जिनवचनमेव तत्त्वं नाऽन्यद्' इत्यत्र रुचिर्भवति द्रव्यसम्यक्त्वम् अनाभोगवद्रुचिमात्र, यथाभावाद्= यथावस्थितवस्तुग्राहिणः ज्ञानाच्छ्रद्धापरिशुद्धं स्वकार्यकारितया भावसम्यक्त्वं-नैश्चयिकमिति गाथार्थः ૨૦૬૪.
ટીકાઈઃ
અહીં જીવમાં, “જિનવચન જ તત્ત્વ છે, અન્ય નહીં,’ એ પ્રકારની રુચિ દ્રવ્યસમ્યક્ત છેઃઅનાભોગવાળી રુચિમાત્ર છે; “યથાભાવવાળા=યથાવસ્થિત વસ્તુને ગ્રહણ કરનારા, જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ’ એવું
સ્વકાર્યની કારિતારૂપે=ભાવસભ્યત્ત્વના પ્રશમદિરૂપ કાર્યના કારીપણારૂપે, ભાવસમ્યક્ત છેનૈશ્ચયિક છે= નિશ્ચયનય સંબંધી સમ્યક્ત છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
જીવનું વીર્ય સ્વભાવાદિ પાંચ કારણોના સમુદાયથી ઉલ્લસિત થાય છે, ત્યારે જીવ ઉપદેશાદિ કોઈ નિમિત્તને પામીને અપૂર્વકરણ કરે છે, અને અપૂર્વકરણ દ્વારા ગ્રંથિનો ભેદ કરીને ભગવાનના વચનમાં તીવ્ર રુચિવાળો થાય છે; અને તે વખતે તેનામાં ‘ભગવાનનું વચન જ તત્ત્વ છે, અન્ય નહીં', એ પ્રકારની રુચિ પ્રગટે છે, જે દ્રવ્યસમ્યક્ત છે.
પરંતુ દ્રવ્યસમ્યક્તવાળા જીવની બુદ્ધિ શાસ્ત્રાભ્યાસથી પરિષ્કૃત નહીં થયેલી હોવાથી તેનામાં અનાભોગવાળી રુચિમાત્ર વર્તે છે અર્થાત તેને ભગવાને કહેલા તત્ત્વના વિષયમાં હજી ઘણું અજ્ઞાન વર્તે છે. જોકે તે જીવનું તે અજ્ઞાન વિપર્યાસરૂપ નથી, પણ જ્ઞાનાભાવરૂપ છે; અને ભગવાનના વચનમાં જ્ઞાનાભાવથી યુક્ત રુચિ હોવાથી આવા જીવને ઓઘથી સર્વ કલ્યાણનું કારણ ભગવાનનું વચન દેખાય છે. માટે તેનામાં શક્તિના પ્રકર્ષથી શાસ્ત્રો ભણવાની અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઉચિત પ્રવૃત્તિ કરીને આત્મહિત સાધવાની તીવ્ર રુચિ વર્તે છે. આવા પ્રકારની જિનવચનમાં રુચિ દ્રવ્યસમ્યક્ત છે.
હવે ગાથાના ઉત્તરાર્ધથી ભાવસભ્યત્ત્વનું સ્વરૂપ બતાવે છે –
દ્રવ્યસમ્યક્ત પામ્યા પછી જીવ સંયમ ગ્રહણ કરીને, શાસ્ત્રો ભણીને, જ્યારે સ્વ-પરદર્શનનો વિશદ બોધ કરે છે, ત્યારે તેનામાં ભગવાનના વચનના યથાવસ્થિત પદાર્થને ગ્રહણ કરનારા જ્ઞાનથી વિશિષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org