________________
૧૫૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪પ-૧૦૪૬ ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું એમ, વારંવાર કરાતા ક્ષારાદિના પ્રયોગોથી પણ પદ્મરાગાદિ જાત્યમણિ પહેલાં વેધ પામતો નથી, અને પાછળથી તે ક્ષારાદિના પ્રયોગોથી જ વેધ પામે છે અને શુદ્ધિ પામે છે; એ પ્રમાણે વારંવાર પણ પ્રાપ્ત થતા શ્રતધર્મથી ભવ્ય જીવ પહેલાં સંસારના ઉચ્છેદને અનુકૂળ કુશલ પરિણામ પ્રાપ્ત કરતો નથી, અને પાછળથી તે શ્રતધર્મથી જ જીવ પોતાના વીર્યના ફુરણ દ્વારા ઉલ્લસિત બને છે, અને સમ્યક્તાદિના ક્રમથી વિશુદ્ધ બને છે.
તેથી એ પ્રાપ્ત થાય છે જેમ ક્ષારાદિથી પૂર્વે જાત્યમણિમાં વેધ થયો નહીં, તેમ શ્રતધર્મથી પૂર્વે ભવ્ય જીવમાં વીર્યનો ઉલ્લાસ થયો નહીં; અને જેમ પાછળથી તે ક્ષારાદિથી જ મણિમાં કંઈક વેધનો પરિણામ પ્રગટે છે, તેમ તે મૃતધર્મથી જ પાછળથી જીવમાં કંઈક વીર્યનો પરિણામ ઉલ્લસિત થાય છે. અર્થાત્ જીવનું સંસારના ઉચ્છેદને અનુકૂળ વીર્ય પ્રવર્તે છે; અને જેમ તે ક્ષારાદિથી જ મણિ પૂર્ણ શુદ્ધ થાય છે, તેમ તે શ્રતધર્મથી જ અથવા તો પોતાના વીર્યના ઉલ્લાસથી જ ભવ્ય જીવ સમ્યગ્દર્શનાદિના ક્રમથી સિદ્ધ થાય છે અર્થાત્ સર્વ કર્મોથી રહિત બને છે.
આનાથી એ ફલિત થયું કે પૂર્વે જીવ ઉપર ગાઢ કર્મમલ હતો, તેથી તે વખતે પ્રાપ્ત થયેલ શ્રતધર્મ જીવને તત્ત્વાભિમુખ બનાવવામાં કારણ ન બન્યો, અને જ્યારે કર્મમલ ક્ષીણપ્રાય થયો ત્યારે જીવને તે શ્રતધર્મથી જ સંસારનું સ્વરૂપ કંઈક યથાર્થ દેખાવા લાગ્યું અને આત્મહિતની કંઈક અંશે ચિંતા પ્રગટી, જેથી જીવનું વીર્ય કંઈક યોગમાર્ગ તરફ પ્રવર્તે.
વળી કંઈક વીર્યના ઉલ્લસન પછી પણ જો જીવ સમ્યગ્યત્ન ન કરે તો તેને ઉત્તરોત્તર યોગમાર્ગની પ્રાપ્તિ ન પણ થાય; અને પ્રથમ વીર્યનો પરિણામ ઉલ્લસિત થયા પછી જો જીવ નિત્ય શ્રતધર્મમાં યત્ન કરીને પોતાના વીર્યનો ઉલ્લાસ કરે, તો તે જીવ શ્રતધર્મના બળથી ક્રમસર રત્નત્રયીની પ્રાપ્તિ કરે છે, અને તે રત્નત્રયીની ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને અંતે સર્વ કર્મોથી રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. ll૧૦૪પા અવતરણિકા :
इहैव भावार्थमाह - અવતરણિતાર્થ :
અહીં જ ભાવાર્થને કહે છે –
ભાવાર્થ :
પૂર્વે અનંતીવાર શ્રતધર્મ પ્રાપ્ત થયો તોપણ જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને પાછળથી પ્રાપ્ત થયેલ શ્રુતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત થયું, એ કથનમાં પરમાર્થને બતાવે છે –
ગાથા :
तस्सेवेस सहावो जं तावइएसु तह अईएसु । सुअसंजोएसु तओ तहाविहं वीरिअं लहइ ॥१०४६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org