________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧, ૧૦૪૨
સાધુલિંગને ગ્રહણ કરીને સંયમની ક્રિયાઓનું પાલન કરે છે, અને સાધુલિંગમાં ભગવાને સૂત્રપોરિસી આદિને નિત્યકર્મ કહેલ છે. તેથી જે જીવો સાધુલિંગ ગ્રહણ કરીને સંયમનાં અનુષ્ઠાનો ક્રીડામાત્રથી પાળતા હોય તેવા જીવોને કદાચ સાધુલિંગમાં શ્રુતધર્મની પ્રાપ્તિ ન થાય એવું બને, પરંતુ જે જીવો સાધુલિંગ ગ્રહણ કરીને સંયમનાં સારાં અનુષ્ઠાનો પાળતા હોય તેવા જીવો સાધુલિંગમાં સાધ્વાચારના અંગભૂત નિત્યકરણીય એવી સૂત્રપોરિસી અને અર્થપોરિસીમાં અવશ્ય યત્ન કરતા હોય છે, અને તેથી તેઓને પોતાની પ્રજ્ઞા અનુસારે યથાસંભવ શ્રુતધર્મ પણ પ્રાપ્ત થાય છે.
૧૪૬
આ રીતે ગાથા ૧૦૩૯થી ૧૦૪૧માં સ્થાપન કર્યું કે સર્વ જીવો અનંતીવા૨ જિનપ્રણીત લિંગને ગ્રહણ કરીને, નિત્યકરણીય એવા સૂત્રપોરિસી-અર્થપોરિસીમાં યત્ન કરવા દ્વારા સાધ્વાચારના અનુષ્ઠાનોનું પાલન કરીને નવેય ચૈવેયકોમાં અનંતીવાર ઉત્પન્ન થાય છે. આથી સર્વ જીવોને શ્રુતધર્મની પણ અનંતીવાર પ્રાપ્તિ થયેલી છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૦૩૯/૧૦૪૦/૧૦૪૧૫
અવતરણિકા :
निगमयन्नाह
અવતરણિકાર્ય
નિગમન કરતાં પૂર્વપક્ષી કહે છે
-
ભાવાર્થ:
ગાથા ૧૦૩૮ના ચોથા પાદમાં પૂર્વપક્ષીએ નન્નુથી શંકા કરી કે પૂર્વે જીવે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત કર્યો, છતાં સમ્યક્ત્વ ન થયું. આથી શ્રુતધર્મને સમ્યક્ત્વનું કારણ કહી શકાય નહીં; અને ગાથા ૧૦૩૯થી ૧૦૪૧માં શાસ્ત્રવચનના બળથી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સર્વ જીવો જિનપ્રણીત સાધુલિંગને ગ્રહણ કરીને અનંતીવાર ચૈવેયકોમાં ગયા છે, અને જિનપ્રણીત સાધુલિંગ ગ્રહણ કર્યું ત્યારે સાધુલિંગમાં નિત્યકર્મરૂપ સૂત્રપોરિસી-અર્થપોરિસીમાં અનંતીવાર યત્ન કર્યો છે. આથી શ્રુતધર્મ પણ સર્વ જીવોને અનંતીવાર પ્રાપ્ત થયો છે.
ગાથા:
-
હવે શ્રુતધર્મ કઈ રીતે સમ્યક્ત્વનો હેતુ બનતો નથી ? તે બતાવવા માટે નિગમન કરતાં=પૂર્વના કથનથી પ્રાપ્ત થતા ફલિતાર્થને જણાવતાં, પૂર્વપક્ષી કહે છે
Jain Education International
-
एवं पत्तोऽयं खलु न य सम्मत्तं कहं तओ एअं ।
कह वेसो च्चि एअस्स कालभेएण हेउ त्ति ॥१०४२ ॥
અન્વયાર્થ:
i=આ રીતે=ઉપરમાં બતાવ્યું એ રીતે, અયં-આ=શ્રુતધર્મ, પત્તો-પ્રાપ્ત થયો, સમ્મત્ત ય ન=અને સમ્યક્ત્વ ન થયું, (તેથી) તો-તેનાથી—શ્રુતધર્મથી, અઁ આ=સમ્યક્ત્વ, દું-કેવી રીતે થાય ? સો ક્વિંગ
For Personal & Private Use Only
www.jainelibrary.org