________________
૧૨૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૦-૧૦૩૧ જેમ કોઈના શરીરમાં વિકૃતિ થઈ હોય તો તેને ખોટી તૃષા લાગે છે, અને તે જેમ જેમ પાણી પીતો જાય તેમ તેમ તેને તૃપ્તિ તો થતી નથી, પણ અધિક અધિક તૃષા લાગે છે, તેથી પાણી પીવા દ્વારા તેને સુખ તો મળતું નથી પરંતુ તૃષાની વૃદ્ધિને કારણે અધિક દુઃખ થાય છે; અને જેના શરીરમાં વિકૃતિ થઈ નથી તેને સહજ તૃષા લાગે છે, અને પાણી પીવાથી તે તૃષાનું શમન થાય છે, જેથી તે પાણી પીવા દ્વારા સુખનો અનુભવ કરી શકે છે. એ રીતે પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગો ભોગવવાથી અકલુષભાવવાળા સમ્યગ્દષ્ટિ જીવોની ભોગેચ્છાનું શમન થાય છે, જેથી તેઓ સાંસારિક ભાગોમાં પણ સુખનો અનુભવ કરી શકે છે; જ્યારે કલુષભાવવાળા મિથ્યાષ્ટિ જીવોની ભોગેચ્છા ભોગો ભોગવવાથી શમતી તો નથી, પરંતુ વૃદ્ધિ પામે છે, જેના કારણે તેઓ ભોગોમાં અધિક અધિક પ્રવૃત્તિ કરીને પાપબંધનો પ્રવાહ ઊભો કરે છે, જેથી તેઓ આ ભવમાં તો દુઃખી થાય છે, પરંતુ પરભવમાં પણ દુઃખી થાય છે.
વળી, સમ્યક્ત પ્રાપ્ત થવાથી જીવને શુદ્ધ ધર્મ પ્રત્યેનો પક્ષપાત થાય છે, અને શુદ્ધ ધર્મને તે સ્વશક્તિ અનુસાર આરાધ છે; જેના કારણે તે જીવને શુભ અનુબંધવાળાં દેવલોકનાં કે મનુષ્યભવનાં ઉત્તરોત્તર અધિક અધિક સુખો પ્રાપ્ત થાય છે. આથી ગાથા ૧૦૨૮માં કહ્યું કે સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવને નિયમથી શુભાનુબંધી સુખરૂપ કલ્યાણો પ્રાપ્ત થાય છે. ૧૦૩ ll અવતરણિકા :
- ગાથા ૧૦૨૯માં મોક્ષના બીજરૂપ સમ્યક્તનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત છે. તેથી શંકા થાય કે ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત શેનાથી થાય? એથી કહે છે –
ગાથા :
भूअत्थसद्दहाणं च होइ भूअत्थवायगा पायं ।
सुअधम्माओ सो पुण पहीणदोसस्स वयणं तु ॥१०३१॥ અન્વયાર્થ:
મૂત્થvi ચ=અને ભૂતાર્થનું શ્રદ્ધાન પાયં પ્રાયઃ મૂલ્યવાયTI સુથHTગો ભૂતાર્થના વાચક એવા શ્રુતધર્મથી દોડું થાય છે, તો પુનઃવળી તે શ્રુતધર્મ, પીપાવોસસ વથoi તુ=પ્રક્ષણદોષવાળાનું વચન
ગાથાર્થ :
અને ભૂતાર્થનું શ્રદ્ધાન પ્રાચઃ ભૂતાર્થને કહેનારા એવા ધૃતધર્મથી થાય છે, વળી શ્રુતધર્મ પ્રક્ષીણ દોષવાળાનું વચન જ છે. ટીકાઃ
'भूतार्थश्रद्धानं च सम्यक्त्वं भवति भूतार्थवाचकात् प्राय इति श्रुतधर्माद्-आगमात्, स पुनः प्रक्षीणदोषस्य वचनमेवेति गाथार्थः ॥१०३१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org