________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૦
૧૨૫
અવતરણિકા :
ગાથા ૧૦૨૮માં કહેલ કે સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવને શુભ અનુબંધવાળાં સુખો પ્રાપ્ત થાય છે તે કલ્યાણો છે. તેથી પ્રશ્ન થાય કે સુખો શુભ અનુબંધવાળાં કેમ થાય છે ? એથી કહે છે –
ગાથા :
तम्मि सइ सुहं नेअं अकलुसभावस्स हंदि जीवस्स ।
अणुबंधो अ सुहो खलु धम्मपवत्तस्स भावेण ॥१०३०॥ અન્વયાર્થ :
તમિ સફેંકતે હોતે છતે સમ્યક્ત હોતે છતે, અનુમાવસ નીવર્સી-અકલુષભાવવાળા જીવને સુદું નેત્રં સુખ જાણવું, ઘમપત્તરસ એ વસ્તુ અને ધર્મમાં પ્રવૃત્તને ખરેખર માવેT=ભાવથી જુદો જુવંથો શુભ અનુબંધ થાય છે. * “રિ' ઉપપ્રદર્શનમાં છે.
ગાથાર્થ :
સમ્યક્ત હોતે છતે અકલુષભાવવાળા જીવને સુખ જાણવું, અને ધર્મમાં પ્રવૃત્ત જીવને ખરેખર પરમાર્થથી શુભ અનુબંધ થાય છે.
ટીકા :
तस्मिन् सति सुखं ज्ञेयं सम्यक्त्वे अकलुषभावस्य हन्दि जीवस्य शुद्धाशयस्य, अनुबन्धश्च शुभः खलु तस्मिन् सति धर्मप्रवृत्तस्य भावेन परमार्थेनेति गाथार्थः ॥१०३०॥ ટીકાર્ય :
તે=સમ્યક્ત, હોતે છતે અકલુષભાવવાળા=શુદ્ધ આશયવાળા, જીવને સુખ જાણવું, અને તે પોતે છત=સમ્યક્ત હોતે છતે, ધર્મમાં પ્રવૃત્તને ખરેખર ભાવથી=પરમાર્થથી, શુભ અનુબંધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સમ્યક્ત પ્રાપ્ત થયે છતે અકલુષિત ભાવવાળા જીવને સુખ થાય છે, અને તે સમ્યગ્દષ્ટિ જીવને ધર્મની પ્રવૃત્તિ દ્વારા પરમાર્થથી શુભ અનુબંધ થાય છે.
આશય એ છે કે સમ્યક્ત પ્રગટે છે ત્યારે જીવમાં ભોગોની આસક્તિ ક્ષીણપ્રાય થાય છે, જેના કારણે તે જીવ સંસારનાં સુખો ભોગવીને પણ તેનાથી પ્રાપ્ત થતા આનંદનો અનુભવ કરી શકે છે; કેમ કે ભોગની પ્રવૃત્તિથી સમ્યગ્દષ્ટિ જીવોની ભોગેચ્છા શાંત થાય છે, જયારે મિથ્યાદષ્ટિ જીવોમાં શુદ્ધાશય નહીં હોવાને કારણે ભોગની પ્રવૃત્તિથી ભોગેચ્છા વૃદ્ધિ પામે છે, જેથી ભોગો ભોગવીને પણ તેનાથી પ્રાપ્ત થતા આનંદનો તેઓ અનુભવ કરી શકતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org