________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુ | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૮-૧૦૨૯
ટીકા :
कल्याणानि चाऽत्र विचारे यानि सम्प्राप्तमोक्षबीजस्य प्राणिनः सुरमनुष्येषु सुखानि विचित्राणि नियमेन शुभानुबन्धीनि न्याय्यत्वादिति गाथार्थः ॥१०२८॥
ટીકાર્થ :
અને પ્રાપ્ત થયેલ છે મોક્ષનું બીજ જેને એવા પ્રાણીને=સમ્યગ્દષ્ટિ જીવને, દેવ-મનુષ્યોમાં શુભ અનુબંધવાળાં વિચિત્ર=વિવિધ પ્રકારનાં, જે સુખો નિયમથી થાય છે, તે સુખો આ વિચારમાં શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થતાં કલ્યાણોના વિચારમાં, કલ્યાણો છે, કેમ કે ન્યાયપણું છે=યુક્તિયુક્તપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ધર્મ કરવાથી થતાં કલ્યાણોનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે સંસારનું યથાર્થ સ્વરૂપ જાણવાથી જેમને ભવનો નિર્વેદ થયો છે, અને ભવનિર્વેદાદિ ભાવો દ્વારા જેમને સમ્યક્ત પ્રાપ્ત થયું છે, તેવા જીવો સંપ્રાપ્તમોક્ષબીજવાળા કહેવાય; અને આવા સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવો જે ધર્મનું સેવન કરે છે, તેનાથી તેઓને કલ્યાણની પરંપરાના કારણભૂત દેવલોકનાં કે મનુષ્યલોકનાં વિવિધ સુખો નિયમા પ્રાપ્ત થાય છે, જે ધર્મસેવનથી પ્રાપ્ત થતાં કલ્યાણો છે.
વળી, સંસારનાં શુભ અનુબંધવાળાં સુખોને કલ્યાણરૂપે સ્વીકારવાં એ ન્યાપ્ય છે અર્થાત્ યુક્તિસંગત છે; કેમ કે જીવને ક્ષણભર શાતા આપીને દુઃખની પરંપરામાં પાડે તેવાં સુખોને કલ્યાણ કહી શકાય નહીં, પરંતુ જેઓ ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ કરીને પ્રકૃષ્ટ એવા મોક્ષસુખમાં વિશ્રાંત પામતાં હોય તેવાં દેવભવનાં કે મનુષ્યભવનાં સુખોને કલ્યાણ કહી શકાય. આથી તેવાં સુખોને કલ્યાણરૂપે સ્વીકારવાં ન્યાપ્ય છે. /૧૦૨૮.
અવરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવને જે શુભાનુબંધી સુખો પ્રાપ્ત થાય છે તે કલ્યાણો છે. તેથી જિજ્ઞાસા થાય કે મોક્ષનું બીજ શું છે? તેથી મોક્ષના બીજનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
सम्मं च मोक्खबीअं तं पुण भूअत्थसद्दहणरूवं ।
पसमाइलिंगगम्मं सुहायपरिणामरूवं तु ॥१०२९॥ અન્વયાર્થ :
સમi ચ=અને સમ્યક્ત મોરવવીઝં-મોક્ષનું બીજ છે. તે પુખ વળી તે=સમ્યક્ત, મૂત્થારૂવંગ ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ છે, પત્રિકા ખં-પ્રશમાદિ લિંગોથી ગમ્ય છે, સુપરિUTIFરૂવંતુ વળી શુભાત્મપરિણામરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org