________________
૧૨૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૭-૧૦૨૮ ટીકાર્ય :
અને જે હેતુથી અહીં ધર્મમાં, નહીં ઠગાએલો છતો ખરેખર તેઓમાંનકલ્યાણોમાં, ઠગાતો નથી, તે હેતુથી બુધો વડે આ=શ્રુતાદિ ધર્મ, મતિનિપુણ દૃષ્ટિથી સૂક્ષ્મ બુદ્ધિથી, સમ્યગુ પરીક્ષા કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
શુદ્ધ ધર્મના સેવન માટે તત્પર થયેલા જીવે નિપુણ બુદ્ધિથી શાસ્ત્રની, શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થતા શ્રતધર્મની અને શ્રુતાનુસાર આચરાતા ચારિત્રધર્મની કષ, છેદ, તાપપરીક્ષા કરવી જોઈએ, પરંતુ માત્ર “ધર્મ સેવવો છે” તેવી ઓઘ બુદ્ધિથી ધર્મસેવનમાં તત્પર થવું ન જોઈએ; કેમ કે ધર્મની કષાદિ પરીક્ષા કરવાથી શુદ્ધ ધર્મની અને કલ્યાણની પરંપરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
અહીં વિશેષ એ છે કે ધર્મ સર્વજ્ઞકથિત છે અને સર્વજ્ઞ દરેક જીવને પોતાની ભૂમિકા પ્રમાણે અપ્રમાદ કરવાનો ઉપદેશ આપે છે. તેથી જીવે પોતાની શક્તિનું આલોચન કરીને શુદ્ધ ધર્મની પરીક્ષા માટેનો યત્ન કરવો જોઈએ, અને શુદ્ધ ધર્મને જાણીને સ્વભૂમિકા અનુસાર તે ધર્મને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, અને સ્થિર કરીને તે ધર્મને સ્વશક્તિ અનુસાર ઉચિત રીતે આચરવો જોઈએ. આ રીતે કરનાર જીવનો ધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે અને અવશ્ય કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરાવે છે. આથી કલ્યાણના અર્થી જીવે પોતાની ભૂમિકા પ્રમાણે અવશ્ય ધર્મની પરીક્ષા કરીને શુદ્ધ ધર્મ આરાધવો જોઈએ. I/૧૦૨૭ll
અવતરણિકા :
પૂર્વની બે ગાથામાં કહ્યું કે ધર્મ એ ઉત્તમ પુરુષાર્થ હોવાથી ધર્મમાં છેતરાયેલો પુરુષ સર્વ કલ્યાણોમાં નક્કી છેતરાય છે, અને ધર્મમાં નહીં છેતરાયેલો પુરુષ સર્વ કલ્યાણોમાં નક્કી છેતરાતો નથી. તેથી જિજ્ઞાસા થાય કે કલ્યાણો કેવા પ્રકારનાં છે? એથી કલ્યાણોનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
कल्लाणाणि अ इहइं जाइं संपत्तमोक्खबीअस्स ।
सुरमणुएसु सुहाई नियमेण सुहाणुबंधीणि ॥१०२८॥ અન્વયાર્થ:
INઅને સંપત્તમોક્લવી સંપ્રાપ્તમોક્ષબીજવાળાને=સમ્યગ્દષ્ટિ જીવને, સુરમguસુ-સુર-મનુષ્યમાં સુહાગુવંથળ ગાડું સુહાડું-શુભ અનુબંધવાળાં જે સુખો નિયUT=નિયમથી થાય છે, (તે) રૂડું અહીં=શુદ્ધ ધર્મના સેવનથી કલ્યાણો પ્રાપ્ત થાય છે એ વિચારમાં, વસ્ત્રાપા -કલ્યાણો છે.
ગાથાર્થ :
અને સમ્યગ્દષ્ટિ જીવને, દેવભવમાં કે મનુષ્યભવમાં શુભ અનુબંધવાળાં જે સુખો નિયમથી થાય છે, તે અહીં કલ્યાણો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org