________________
૧૨૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૫-૧૦૨૬ આશય એ છે કે શ્રુતરૂપ ધર્મ અને ચારિત્રરૂપ ધર્મ જીવમાં મોક્ષને અનુકૂળ એવા યોગમાર્ગની વૃદ્ધિ કરાવીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે; પરંતુ જે શાસ્ત્રમાં કષ, છેદ અને તાપ એ ત્રણેયથી શુદ્ધ ધર્મ બતાવાયો ન હોય, કે ત્રણમાંથી કોઈ એકથી પણ શુદ્ધ ધર્મ બતાવાયો ન હોય, તેવા શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરેલું શ્રુતજ્ઞાન પણ સમ્યગું બનતું નથી, પરંતુ ક્યાંક ખામીવાળું છે; અને તે પ્રકારના મિથ્યા શ્રુત અનુસાર કરાયેલી આચરણા પણ કોઈ સ્થાનમાં ત્રુટિવાળી બને છે. જેથી તે શ્રુત અને અનુષ્ઠાનરૂપ ધર્મ દ્વારા ઇષ્ટફળની પ્રાપ્ત થતી નથી. ૧૦૨પો
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે કષાદિ ત્રણેયથી કે ત્રણમાંથી કોઈ એકથી પણ અપરિશુદ્ધ ધર્મ સ્વસાધ્યને સાધતો નથી. ત્યાં શંકા થાય કે આવો ધર્મ સ્વસાધ્યને ન સાધે તેનાથી શું? એથી કહે છે –
ગાથા :
एसो य उत्तमो जं पुरिसत्थो इत्थ वंचिओ नियमा ।
वंचिज्जइ सयलेसुं कल्लाणेसुं न संदेहो ॥१०२६॥ અન્વયાર્થ :
ગં ગં અને જે કારણથી ઘણો ૩ત્તનો પુરસભ્યો આ=ધર્મ, ઉત્તમ પુરુષાર્થ છે, (તે કારણથી) સ્થઅહીં=ધર્મમાં, વંત્રિો વંચિત નિયમ-નિયમથી સસ્નેહું #હુંસકલ કલ્યાણોમાં વંચિક્કડું વંચાય છે, સંવેદો સંદેહ નથી. ગાથાર્થ :
અને જે કારણથી ધર્મ ઉત્તમ પુરષાર્થ છે, તે કારણથી, ધર્મમાં છેતરાયેલો નિયમથી સર્વ કલ્યાણોમાં છેતરાય છે, એમાં સંશય નથી. ટીકાઃ
एष चोत्तमो यद्-यस्मात् पुरुषार्थो वर्त्तते, अत्र-धर्मे वञ्चितः स नियमाद् वञ्च्यते लोकः सकलेषु कल्याणेषु वक्ष्यमाणेषु, न सन्देहः, इत्थमेवैतदिति गाथार्थः ॥१०२६॥ ટીકાર્થ :
અને જે કારણથી આ=ધર્મ, ઉત્તમ પુરુષાર્થ વર્તે છે, તે કારણથી, અહીં ધર્મમાં, ઠગાયેલો તે લોક નિયમથી કહેવાનારાં સકલ કલ્યાણોમાં ઠગાય છે, સંદેહ નથી. આ કથનને દઢ કરે છે – આ આ રીતે જ છે=ધર્મમાં ઠગાયેલો લોક સર્વ કલ્યાણોમાં ઠગાય છે, એ વાત એ રીતે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
શુદ્ધ ધર્મ સર્વશે બતાવ્યો છે અને તે કષપરીક્ષા, છેદપરીક્ષા અને તાપપરીક્ષાથી શુદ્ધ છે. આ શુદ્ધ ધર્મ સર્વ કલ્યાણોની પરંપરાનું કારણ છે, તેથી ઉત્તમ પુરુષાર્થરૂપ છે; કેમ કે આ શુદ્ધ ધર્મ સર્વ કલ્યાણોની પરંપરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org