________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર/ ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪, ૧૦૨૫
વળી, કષ-છેદ-તાપથી શુદ્ધ શાસ્ત્ર પરિપૂર્ણ યથાર્થ પ્રરૂપણા કરનાર છે, તેવા શાસ્ત્રથી થતો બોધ જો યથાર્થ હોય તો સમ્યગ્રુતજ્ઞાનરૂપ છે, અને જો સર્વ પ્રવૃત્તિ તે યથાર્થ બોધને અનુસાર હોય તો તે પ્રવૃત્તિ એકાંતે કલ્યાણનું કારણ છે, તેથી આવા કષ-છેદ-તાપશુદ્ધ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરેલો શ્રુતરૂપ ધર્મ અને શ્રુતાનુસાર કરેલ આચરણરૂપ ધર્મ, સમ્યગું ધર્મપણાને પામે છે. /૧૦૨૨/૧૦૨૩/૧૦૨૪ની અવતરણિકા:
ગાથા ૧૦૨૨થી ૧૦૨૪માં કષપરીક્ષા, છેદપરીક્ષા અને તાપપરીક્ષાનું સ્વરૂપ બતાવ્યું. હવે તેનું નિગમન કરતાં કહે છે –
ગાથા :
एएहिं जो न सुद्धो अन्नयरंमि उ ण सुट्ठ निव्वडिओ।
सो तारिसओ धम्मो नियमेण फले विसंवयइ ॥१०२५॥ અન્વચાઈઃ
નો જે (ધર્મ) અહિં આના વડે=ઉપર બતાવ્યા એ કષાદિ વડે, શુદ્ધો નકશુદ્ધ નથી, કન્નયમિક અથવા અન્યતરમાં=કષાદિ ત્રણમાંથી કોઈપણ એકમાં, સુદૃ નિવ્વો સારી રીતે નિર્ઘટિત નથી, તરિક સો થપ્પો તેવા પ્રકારનો તે ધર્મ પ્રત્યે નિયUT ફળમાં નિયમથી વિસંવ વિસંવાદ કરે છે. ગાથાર્થ :
જે ધર્મ કષ-છેદ-તાપ વડે શુદ્ધ નથી અથવા કષાદિ ત્રણમાંથી કોઈપણ એકમાં સારી રીતે ઘટતો નથી, તેવા પ્રકારનો તે ધર્મ ફળમાં નિયમથી વિસંવાદ કરે છે. ટીકા : ___ एभिः कषादिभिर्यो न परिशुद्धस्त्रिभिरपि, अन्यतरस्मिन् वा कषादौ न सुष्ठ निर्घटितः=न व्यक्त इत्यर्थः, स तादृशो धर्म:-श्रृंतादिः नियमाद्-अवश्यन्तया फले-स्वसाध्ये विसंवदति-न तत्साधयतीति માથાર્થ: ૨૦૨II ટીકાર્ય :
આ કષાદિ ત્રણેય પણ વડે જે ધર્મ પરિશુદ્ધ નથી, અથવા કષાદિ અન્યતરમાં=કષ-છેદ-તાપમાંથી કોઈપણ એકમાં, સારી રીતે નિર્ઘટિત નથી=વ્યક્ત નથી, તેવા પ્રકારનો તે ધૃતાદિ ધર્મ, નિયમથી=અવશ્યપણાથી, ફળમાં=સ્વના સાધ્યમાં, વિસંવાદ કરે છે–તેને અર્થાત પોતાના સાથને, સાધતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
જે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ કષાદિ ત્રણેય વડે પરિશુદ્ધ ન હોય અથવા તો ત્રણમાંથી કોઈ એકમાં પણ ખામીવાળો હોય, તો તે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ ફળમાં અવિસંવાદી નથી અર્થાત્ ઈષ્ટ ફળની સિદ્ધિ કરતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org