________________
૧૦૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૦-૧૦૧૮
ટીકાર્ય :
વ્યવહાર પણ બળવાન વર્તે છે; જે કારણથી જ્યાં સુધી તે ચિરપ્રવ્રજિત અનભિજ્ઞ હોય, ત્યાં સુધી આ=વ્યવહારના ગોચરવાળી, ધર્મતાને જાણતા એવા અહ=કેવલી, છઘસ્થ પણ છતા ચિરપ્રવ્રજિતને વંદન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં યુક્તિથી સ્થાપન કર્યું કે નિશ્ચયનયની ગૌણતાપૂર્વકના વ્યવહારનયના પ્રાધાન્યરૂપ ઉભય નયના આલંબનથી જે વંદનનો વ્યવહાર પ્રવર્તે છે એ યુક્ત છે. એ કથનની પુષ્ટિ કરતા, કેવલી પણ આ વ્યવહાર પાળે છે એમ જણાવવા અર્થે કહે છે કે, પોતાનાથી પર્યાયથી મોટા સાધુને અત્યાર સુધી વંદન કરનારા કોઈ નાના સાધુ કેવલજ્ઞાન પામ્યા હોય તો, જ્યાં સુધી તે પર્યાયથી મોટા સાધુ, “આ નાના સાધુ કેવલજ્ઞાની છે” એમ જાણે નહીં ત્યાં સુધી તે કેવલી પણ તેમને વંદન કરે; કેમ કે “વ્યવહારનયના વિષયભૂત એવી વંદનની ક્રિયા એ ધર્મ છે” એવું કેવલી જાણે છે. તેથી તે કેવલી પણ ધર્મની તે ઉચિત પ્રવૃત્તિનો અપલાપ કરતા નથી.
આનાથી એ ફલિત થાય કે વંદ્ય સાધુમાં રહેલા અધિક ગુણો વંદનની પ્રવૃત્તિનું કારણ છે, તોપણ વંદ્ય સાધુના દીર્ઘ સંયમપર્યાયના બળથી તેમનામાં અધિક ગુણોનું અનુમાન કરીને પર્યાયથી લઘુ સાધુ તેમને વંદન કરે છે, અને આ રીતે દીર્ઘ સંયમપર્યાયના બળથી અધિક ગુણોની સંભાવના રાખીને થતી વંદનની પ્રવૃત્તિને વ્યવહારનય ઉચિત સ્વીકારે છે. આથી જ કેવલજ્ઞાન થયા પછી કેવલી તરીકે અપ્રગટ એવા કેવલી પણ પોતાનાથી અધિક સંયમપર્યાયવાળા છદ્મસ્થ પણ સાધુને વંદન કરે છે; કેમ કે ઉચિત વ્યવહાર એ ધર્મરૂપ છે અને તે ધર્મનો કેવલી પણ અપલાપ કરતા નથી.
આમ, પ્રસ્તુતમાં વ્યવહારનયના કથનમાં નિશ્ચયનયનું સ્થાન હોવા છતાં વ્યવહારનયનું સ્થાન પ્રધાન છે અને નિશ્ચયનયનું સ્થાન ગૌણ છે. આથી કેવલી પણ તેને સ્વીકારીને પોતાનાથી અધિક પર્યાયવાળા છદ્મસ્થ સાધુને વંદન કરીને ઉચિત વ્યવહારનું પાલન કરે છે. ૧૦૧ અવતરણિકા:
यद्येवं कः प्रकृतोपयोग इत्याह - અવતરણિતાર્થ :
જો આમ =વંદનના પ્રક્રમમાં ઉભય નયનું આશ્રયણ શ્રેયકારી છે એમ છે, તો કયો પ્રકૃતિમાં ઉપયોગ છે?=વ્યાખ્યાનના અવસરે વય અને પર્યાયથી લઘુ પણ વ્યાખ્યાનની લબ્ધિવાળા સાધુને જ્યેષ્ઠ સ્વીકારવામાં ઉભય નયના આશ્રયણનો કયો ઉપયોગ છે ? એથી કહે છે –
ગાથા :
एत्थ उ जिणवयणाओ सुत्तासायणबहुत्तदोसाओ । भासंतजिट्ठगस्स उ कायव्वं होइ किइकम्मं ॥१०१८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org